2021 IPL : બધી મેચ મફતમાં જોવાની મજા ત્યારે આવશે જ્યારે કરશો આટલું કામ ?

2021 IPL : બધી મેચ મફતમાં જોવાની મજા ત્યારે આવશે જ્યારે કરશો આટલું કામ ?

Sports

કોરોના વાઇરસ જ્યારે ઘટવાનું નામ નથી લેતો તેવામાં સરકારની ગાઈડલાઇન મુજબ જીવન લાઇફ કોરોના સાથે સેટ કરવી પડશે.હવે વાત છે ભારતમાં IPLની 14મી સિઝનની શરૂઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે. આ વખતે IPની સિઝન 9 એપ્રિલથી 30 મે સુધી ચાલશે. જેની ફાઇનલ મેચ 30 મેના રોજ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

ભારતમાં IPLના ચાહકો એટલા બધા છે કે, તેઓ ટીવી ઉપરાંત ઘરની બહાર હોય ત્યારે મોબાઈલમાં પણ મેચ જોવાનું નથી ચૂકતા.જો તમે પણ આ કોરોના મહામારીમાં સ્માર્ટફોન કે સ્માર્ટ ટીવીમાં IPLની મજા માણવા ઇચ્છતા હોય તો અમે તમને આજે જણાવીશું કે તમે કેવી રીતે IPL 2021ની મજા માણી શકો છો.

દેશના અલગ-અલગ 6 શહેરોના સ્ટેડિયમમાં IPLની 14મી સિઝન યોજાશે. જેમાં કોલકાતા, અમદાવાદ, દિલ્હી, ચેન્નાઇ, મુંબઈ અને બેંગાલુરુનો સમાવેશ થાય છે. ભારતમાં લગભગ 2 વર્ષ બાદ IPLનું આયોજન થવા જઈ રહ્યું છે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે IPLનું આયોજન સપ્ટેમ્બર-નવેમ્બર મહિનામાં UAE ખાતે કરવામાં આવ્યું હતું.જેથી આ વર્ષ IPLની 14મી સિઝન ભારતમાં અલગ અલગ શહેરોમાં યોજાશે.

હવે IPL મેચની મજા લેવા જોવા અહીં કરવો પડશે આટલો ખર્ચ

BCCIએ IPLનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે Disney+ Hotstar સાથે પાર્ટનરશિપ કરી છે. યૂઝર Disney+ Hotstar પર IPL બે રીતે જોઈ શકે છે.

(1) પ્રથમ રીત છે Disney+ Hotstarની VIP સબસ્ક્રિપ્શન. આ સબસ્ક્રિપ્શનની વાર્ષિક કિંમત 399 રૂપિયા છે.

(2) બીજી રીત છે Disney+ Hotstar Premiumનું સબસ્ક્રિપ્શન, જેની માસિક કિંમત રૂ. 299 અને વાર્ષિક કિંમત 1499 છે.

હવે આ રીતે ફ્રીમાં જૂઓ IPL 

ભારત દેશની ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea પોતાના પ્રીપેડ પ્લાન સાથે Disney+ Hotstar VIP સબસ્ક્રિપ્શનનો વાર્ષિક પ્લાન ફ્રીમાં આપી રહી છે. એટલે કે તમે આ પ્લાનથી રિચાર્જ કરાવીને ફ્રીમાં IPL 2021ની મજા માણી શકો છો. સાથે જ તમે Star Sports Networkના ચેનલ દ્વારા પણ IPL જોઇ શકો છો.

આવતીકાલથી એટલે કે 9 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે IPL-14ની પ્રથમ મેચ રમાશે. 30 મે 2021ના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે ફાઇનલ મેચ રમાશે. આ વર્ષે IPLમાં કુલ 56 મેચો રમાશે. જેમાંથી ચેન્નાઇ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં 10-10 મેચો રમાશે, જયારે અમદાવાદ અને દિલ્હીમાં 9-8 મેચો રમાશે.આ IPL સીજન ધમાકેદાર અને રોચક ભરી રહેશે.કોરોના ઇન્ફેકશન ચાલતા લોકો સ્ટેડિયમ પર જઇ નહીં શકે.લોકોએ IPL મેચનો આનંદ ઓનલાઇન લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *