ગુજરાતનું એક રહસ્યમય ગામ, જ્યા નળ છે, પાઈપલાઈન છે, ટાંકી પણ છે, પરંતુ તેમા પાણી નથી
સરકાર જે રૂપિયા લોકોની સુખ અને સુવિધા માટે ખર્ચે છે, તેનો પૂરેપૂરો ઉપયોગ થાય છે કે નહી તે સમયાતંરે ચકાસવુ જરૂરી છે. આ કિસ્સામાં નળ, પાઈપલાઈન, પાણીની ટાંકી બધુ છે પણ માત્ર પાણી જ નથી. તો હવે સવાલ એ છે કે આને ચમત્કાર ગણવો કે કમનસીબી? સરકાર ભલે નલ સે જળ યોજનાની વાત કરીને લોકોને…

સરકાર જે રૂપિયા લોકોની સુખ અને સુવિધા માટે ખર્ચે છે, તેનો પૂરેપૂરો ઉપયોગ થાય છે કે નહી તે સમયાતંરે ચકાસવુ જરૂરી છે. આ કિસ્સામાં નળ, પાઈપલાઈન, પાણીની ટાંકી બધુ છે પણ માત્ર પાણી જ નથી.
તો હવે સવાલ એ છે કે આને ચમત્કાર ગણવો કે કમનસીબી? સરકાર ભલે નલ સે જળ યોજનાની વાત કરીને લોકોને ઘરે નળ મારફતે પાણી આપવાની જાહેરાત કરતી હોય, પરંતુ ગુજરાતમાં આજે પણ એવા કેટલાય ગામ છે કે ઘરે ઘરે નળ સુવિધા છે, નળને જોડતી પાઈપલાઈન પણ છે, પાણી સંગ્રહ કરવાની ટાંકી પણ છે પણ તેમાં પાણી જ નથી.તો પાણી વિના આ બધી સગવડો નકામી છે.
રાજ્યમાં છેલા સોમાચા દરમ્યાન સારો વરસાદ પડેલો પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ , ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી પાણીના પોકાર સંભળાય છે. અને તેમાય ખાસ કરીને ડુંગરાળ અને જંગલ વિસ્તારના ગામના લોકો,પાણી વિના ઉનાળામાં કપરી સ્થિતીમાં મુકાઈ જાય છે.
સરકાર આવા ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા તો કરી આપે છે પણ અધિકારીઑની બેદરકારીના ભોગ બને છે ગામડાના રહેતા લોકો. વાત છે અહી પાવી જેતપુર તાલુકાનું કુંડલ ગામ કે જે ગામની વસ્તી 2500 ની આસપાસની છે. આ ગામ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં આવેલુ હોવાથી લોકો વર્ષોથી ઉનાળાની શરૂઆત થાય કે પીવાના પાણી માટે વલખાં મારે છે.
ગુજરાત માં મળશે કરું : અધધ સસ્તા પેટ્રોલ અને ડીઝલને લઈને, ભારત માટે મોટા સમાચાર
વારંમ વાર લોકોની રજૂઆતો બાદ આ વિસ્તારમાં અનેક યોજના દ્રારા પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા કરી આપી પણ એક પણ યોજનાને લઈ ગામના લોકોને પાણી નથી મળી રહ્યું તેવા આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે . વર્ષો પહેલા સુખી યોજના દ્રારા પાઇપ લાઈનો નાખી, સરકારી કૂવા બનાવવામાં આવ્યા ત્યાર બાદ પાણી પુરવઠા યોજના દ્રારા ટાંકી બનાવી, અને હવે વાસ્મો યોજના દ્રારા નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો બેસાડી આપવામાં આવ્યા, પણ ટીપું પાણી ગામના લોકોને મળ્યું નથી.કોન્ટ્રાકટરો દ્વારા કામ અધૂરું રાખી જતાં રહ્યા છે.
આ ગામના પશુઑની હાલત પણ કફોડી હાલત બની છે આખો દિવસમાં ખેતી કામ કરીને આવ્યા બાદ અહીથી બે કિમી દૂર આવેલ સુખી ડેમમાં પાણી પીવડાવવા માટે લઈ જવા પડે છે. ગામના લોકોએ વારંવાર રજૂઆતો તંત્રમાં કરે છે.અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે તે માટે સરકાર ચિતા તો કરે છે પણ પીવાનું પાણી ગામડાના લોકોને પહોચડવા માટેની વ્યવસ્થા કરવાની જે જવાબદારી અધિકારીઑને સોપવામાં આવી હોય તે તે કોઈને આ અંતરિયાળ ગામડાની પરિસ્થિતી કોઈ સમજી શકે તેમ નથી.
One Comment