OMG ! દીકરીના નામે ઘરે એવા પત્રો આવ્યા કે, પિતા પણ વાંચીને ચોંકી ગયા
ટેક્નોલોજી આવતા ભલે પત્ર વ્યવહાર ઓછો થઈ ગયા પરંતુ પહેલની જેમ ભાવના,લાગણી,પ્રેમ જે પત્ર વ્યવહારથી થતાં હતા એ આનંદ આજની ટેક્નોલોજી એટલેલકે મોબાઇલ પર નથી. વાત છે અહી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ…

ટેક્નોલોજી આવતા ભલે પત્ર વ્યવહાર ઓછો થઈ ગયા પરંતુ પહેલની જેમ ભાવના,લાગણી,પ્રેમ જે પત્ર વ્યવહારથી થતાં હતા એ આનંદ આજની ટેક્નોલોજી એટલેલકે મોબાઇલ પર નથી.
વાત છે અહી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. વેપારીનો આરોપ છે કે, વર્ષ 2019થી એક યુવક અલગ અલગ રીતે તેમની દીકરીને યુવક સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો છે.
સમગ્ર ઘટનાની જાણીને નવાય લાગશે,એક વેપારીની 2 પુત્રી છે અને જેમાં એક વિદેશમાં અભ્યાસ કરે છે ત્યારે બીજી દીકરી અમદાવાદમાં અભ્યાસ કરે છે. વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં સોશ્યિલ મીડિયા માં એક યુવકે મેસેજ કરેલ કે રાહુલ (નામ બદલેલ છે) સાથે સંબંધ તોડી દે. નહીં તો પપ્પાને કહી દઈશ એ મેસેજ ફરિયાદીની દીકરીએ ફરિયાદીને વંચાવ્યો હતો. ફરિયાદીએ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં.
ત્યાર બાદ ફરિયાદીને ફેસબૂક ઉપર એજ યુવકે ફરિયાદીની દીકરી અને રાહુલના ફોટો મોકલી આપ્યા હતા. જે ફોટો ફરિયાદીએ દીકરીને બતાવતા દીકરીએ કહ્યુ હતું કે, આ યુકવ તેની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જોકે ત્યાર બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં ફરિયાદીના ઘરે 2 પત્રો આવ્યા હતા અને જેમાં ફરિયાદીની દીકરી સાથે રાહુલનો ફોટો હતો અને સાથો સાથ લખાણ હતું કે, રાહુલથી દૂર રહેવું.
હજી આને ઉપાડી શે કરવાની : દેશમાં ફરી લૉકડાઉનની શક્યતા કેટલી ? જાણો નાણામંત્રીએ શું આપ્યો જવાબ
જોકે, ફરિયાદીએ તપાસ કરતા પત્ર નારાયણપુરા વિસ્તારમાંથી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીની દીકરીના ફોન ઉપર વોટ્સએપ કોલિંગ અને મેસેજ આવ્યા કે, રાહુલ સાથે સંબંધ તોડી નાખ.આરોપી ફરિયાદીની દીકરીનું સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો
પઆરોપી છેલ્લે 7એપ્રિલ 2021ના રોજ ફરી એક પત્ર ફરિયાદીના ઘરે આવ્યો. જેમાં અંગ્રેજીમાં લખાણ હતું કે, અભી ભૂલે નહીં હૈ, ફોટો હૈ હમારે પાસ ઔર રાહુલને બોલા હૈ કે વો બાત કરતા હૈ વગેરે ધમકીભર્યો પત્ર હતો. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
One Comment