ચૈત્ર નવરાત્રીમાં રાખો આ વાતોનું ધ્યાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

ચૈત્ર નવરાત્રીમાં રાખો આ વાતોનું ધ્યાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

આ વખતે ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલથી એટલે કે મંગળવારથી શરૂ થશે, જે 21 એપ્રિલ રામનોમ સુધી ચાલશે. 13 એપ્રિલ મંગળવારના રોજ સ્વયં સિદ્ધ મુહૂર્ત રહેશે. નવરાત્રીમાં ભક્તો નવ દિવસ સુધી માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે, નવરાત્રીના દિવસોમાં માતાના દર્શન અને પૂજાના વિશેષ પરિણામ આપે છે.

આપણાં જીવનમાં સફળતા મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે, ઘણા લોકો ઘરમાં કળશ સ્થાપનાની સાથે અખંડ જ્યોત સ્થાપિત કરે છે અને વ્રત  પણ રાખે છે.નવરાત્રીના દિવસે જો તમે 9 દિવસ સુધી વ્રત રાખી શકતા નથી, તો નવરાત્રીના પહેલા અને અંતિમ દિવસે વ્રત રાખો અને માતાની પૂજા કરો જે જીવનમાં સફળતા મળશે.નવરાત્રીના આ નવ દિવસોમાં ઘણી માન્યતાઓ અને પરંપરાઓ રહેલી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, દેવીની પૂજા સંપૂર્ણ ભક્તિભાવથી થવી જોઈએ, જેથી પરિવારમાં સુખ-શાંતિ રહે.

ચાલો જાણીએ આ નવ દિવસોમાં શું કરવું અને કઇ વસ્તુઓથી દૂર રાખવું. જેથી આપણી પર માતાની કૃપા સદા રહે.

નવરાત્રીમાં દરરોજ માતાના દર્શન કરીને પૂજા કરવી જોઈએ. આમ કરવાથી, આપણી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. નવરાત્રીના દિવસે જો તમે 9 દિવસ સુધી વ્રત રાખી શકતા નથી, તો નવરાત્રીના પહેલા અને અંતિમ દિવસે વ્રત રાખો અને માતાની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે, આનાથી જીવનમાં સફળતા મળે છે.નવરાત્રી દરમિયાન કુંવારી કન્યાઓને ભોજન કરાવવું જોઇએ આવું કરવાથી ઘરમાં ખોરાકની ક્યારેય અછત નથી રહેતી.

તમારો દિવસ સારોશે : આજનું રાશિફળ,જાણો કઈ રાશિ માટે આવશે શુભ દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય 

નવરાત્રીના આ દિવસ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું .ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રી દરમિયાન માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. ઉપરાંત, લસણ, ડુંગળી અને દારૂના સેવનથી દૂર રહો. નવરાત્રીમાં પક્ષીઓને ચણ નાંખવું જોઈએ. ઘરે આવેલા મહેમાન અને ભિક્ષુકોને આદર સાથે ભોજન પ્રદાન કરો.જેથી માતા ભગવતી પ્રસન્ન રહે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

વ્રત કરનાર વ્યક્તિઓએ ચામડાની બનેલી કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઇએ. રોજ ચોક્કસપણે મા દુર્ગાની આરતી કરવી જોઇએ. એવું માનવામાં આવે છે કે, જો પૂજા દરમિયાન કોઈ ભૂલ કે ઉણપ હોય તો તે આરતી દ્વારા પૂર્ણ થાય છે. નવરાત્રીમાં માતા દેવીની ખંડિત મૂર્તિનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. વ્રત કરનાર વ્યક્તિ સ્વચ્છ રહે, સ્વચ્છ કપડાં પહેરો અને દરરોજ સ્નાન કરો.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.