દેશમાં ફરી લૉકડાઉનની શક્યતા કેટલી ? જાણો નાણામંત્રીએ શું આપ્યો જવાબ
દેશમાં ફરી લૉકડાઉનની શક્યતા કેટલી ભારતમાં કોરોનાના વધી રહેલા કેસને લઈને નાગરિકોમાં ચિંતા વધી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારણે લૉકડાઉનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય. કોરોના મહામારીને રોકવા માટે સ્થાનીય સ્તર…

દેશમાં ફરી લૉકડાઉનની શક્યતા કેટલી
ભારતમાં કોરોનાના વધી રહેલા કેસને લઈને નાગરિકોમાં ચિંતા વધી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારણે લૉકડાઉનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય.
કોરોના મહામારીને રોકવા માટે સ્થાનીય સ્તર પર નિયંત્રણને લઈને ખાસ પગલા ઉઠાવવામાં આવ્યા છે. વિશ્વ બેંક ગ્રુપના અધ્યક્ષ ડેવિડ માલપાસની સાથે ઓનલાઈન બેઠકમાં સીતારમણે ભારતના વિકાસ માટે અને વધારે લોનની સુવિધાની શક્યતા વધારવા માટે વિશ્વ બેંકની પહેલને બિરદાવી છે.
મંત્રાલયે ટ્વીટ પર આપી જાણકારી
નાણા મંત્રાલયે ટ્વીટ કરી લખ્યુ કે નાણામંત્રીએ કોરોના વાયરસની મહામારીને ટકાવવા માટે 5 પોઈન્ટની રણનીતિ ટેસ્ટ, શોધવુ, સારવાર કરવી, રસીકરણ અને કોવિડ 19ને ફેલાતો અટકાવવા માટે ઉપયુક્ત આચરણ સહિત ભારત તરફથી લેવામાં આવેલા પગલાને શેર કર્યા છે.’
મહારાષ્ટ્ર કોરોનાનું હોટસ્પોર્ટ બન્યુ જેથી મહારાષ્ટ્રમાં લાગ્યો પ્રતિબંધો
કોરોનાએ જ્યારે ફરી ઊથલો માર્યો છે ત્યારે મહારાષ્ટ્ર કોરોનાનું હોટસ્પોર્ટ બન્યુ છે. સોમવારે કેસમાં થોડોક ઘટાડો થયા બાદ મંગળવારે એક દિવસમાં ફરી 60 હજારથી વધારે મામલા સામે આવ્યા છે. રાજ્ય સરકારે આજ રાતથી 15 દિવસના કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે. આ વખતે લોકડાઉન પહેલા કડક નહીં હોય પરંતુ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
હવેતો શું ક્યો : OMG ! દીકરીના નામે ઘરે એવા પત્રો આવ્યા કે, પિતા પણ વાંચીને ચોંકી ગયા
અમે પૂર્ણ રીતે અર્થવ્યવસ્થાને ઠપ નથી કરવા માંગતા એટલેકે વ્યાપક સ્તર પર લોકડાઉન નહીં
દેશમાં બીજી વાર સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે તેમ છતાં અમારુ વલણ સ્પષ્ટ છે કે વ્યાપક સ્તર પર લોકડાઉન નહીં થાય.અમે પૂર્ણ રીતે અર્થવ્યવસ્થાને ઠપ નથી કરવા માંગતા. સ્થાનીય સ્તર પર કોરોનાની દર્દી અથવા પરિવારથી અલગ રાખવાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. સ્થાનીક સ્તર પર નિયંત્રણના ઉપાયોના માધ્યમથી સંકટને પહોંચી વળવા લોકડાઉન નથી લગાવવામાં આવી રહ્યુ.
છેલ્લા 24 કલાકમાં કોરોના 1લાખ 85 હજાર કેસ સામે આવ્યા
દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે જેઇ ઘટવાનું નામ જ લેતું નથી. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે ત્યારે પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલા હવે 13 લાખને પાર થયો છે.
One Comment