મોરંગીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કોરોના સામે રક્ષણ માટે ઉકાળા વિતરણ
અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકાના મોરંગી ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કોરોના વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે દરરોજ સવારે 7 વાગ્યે થી 9 વાગ્યે સુધી વિના મૂલ્ય તમામ ગ્રામજનો ને ઉકાળા વિતરણ કરવામાં આવે છે , જ્યારે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષકો દ્વારા આ પેહલ ને તમામ ગ્રામજનો એ આવકાર્યું છે .
શિકાકો નું કેહવુ છે હાલ કોરના કાળ માં લોકો આયુર્વેદિક તરફ આવે અને ઉકાળા પીવે અને દરરોજ ઉકાળો ચાલુ રહેશે. ઉકાળો પીવા આવનારે ફરજિયાત માસ્ક પહેરીને આવવું. તથા બને ત્યાં સુધી ઉકાળો પીવા માટે પ્યાલી પોતે જ લઈને આવે તેવી વિનંતી સલામત રહેવા માટે ઉપરોકત બે પધ્ધતિ ફરજીયાત છે ઘરે લઈ જવા માટે બોટલ લઈને જ આવવાનું રહેશે ઘર માટે પણ નિ:શુલ્ક પ્રમાણમાં મળશે.
ઑક્સીજન ના કાવતરા કરોશો તો જાની લેજો : લવિંગ કપૂરની પોટલી ઑક્સિજન વધારવા સૂંઘતા પહેલા,જાણી લેજો વૈજ્ઞાનિકો શું કહે છે ?
આ ઉપરોક્ત પરથી લાગે છે કે કોરોના સામે લડતમાં કાઈને કોઈ મદદ રૂપ થવા અને કોરોના જડમૂળ માથી ખત્મ કરવા નિસ્વાર્થ પણે રાજુલા તાલુકાના મોરંગી ગામે પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઉકાળાનું વિતરણ કરીને લોકોને સાવધાન અને સાવચેતરૂપ રહેવા મેસેજ આ આયોજન દ્વારા કહ્યું છે.
One Comment