માનવતા : માણસ ગણ ભૂલી શકે છે,પણ પશુ-પક્ષીઓની નહીં, કબૂતરનો અનોખો પ્રેમ

માનવતા : માણસ ગણ ભૂલી શકે છે,પણ પશુ-પક્ષીઓની નહીં, કબૂતરનો અનોખો પ્રેમ

Motivational story

માનવી માત્ર જન્મ ધરીને કંઈક થવા ઈચ્છે છે. ક્યાં ને ક્યારે જન્મ લેવો એ ભલે માનવીના હાથની વાત ના હોય પણ શું થવું ને કેવા થવું એ તો માણસના હાથની વાત છે. કમનસીબે આપણે ત્યાં તો આ બીજું પાસું એટલે કે શું થવું ને કેવા થવું એ પણ મા-બાપ જ વિચારે છે અને બાળકને વિશ્વાસમાં લીધા વિના અથવા તો એની શક્તિની મર્યાદાઓ ધ્યાનમાં લીધા વિના એને પોતાની મહત્ત્વાકાંક્ષા મુજબની દિશામાં ધકેલી દે છે.

પરિણામે, આજના આપણા સમાજમાં આવા, મા-બાપ બનાવ્યા તેમ બનેલા હજારો ડોક્ટરો, વકીલો, ઈજનેરો, વેપારીઓ વગેરેની એક, માનવતાવિહોણી જમાત હરતી-ફરતીને પોતાના સ્વાર્થ સાંધતી જોવા મળે છે. આ જમાત કે વણઝારમાં, થોડા અપવાદ બાદ કરતાં, મોટા ભાગના માનવદેહધારી હોવા છતાં સાચા અર્થમાં માનવ નથી, વિશ્વમાનવી નથી, દાનવ જ છે.

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ક્યાંક લખ્યું છે કે,જગત તો ઘણું વિરાટ છે, પરંતુ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે. કુટુંબ, સમાજ, પ્રાંત, પક્ષ, દેશ વગેરેના સંકુચિત વાડામાં પુરાઈને આપણે હાથે ફરીને કૂવાના દેડકા જેવી રોગીષ્ઠ મનોદશામાં જીવી રહ્યાં છીએ. આવા સમયે દરેક માનવીએ મક્કમતાથી લોકમાન્ય તિલકની જેમ કહેવું જોઈએ કે વિશ્વમાનવ્યપણું એ મારો જન્મસિદ્ધ હક્ક છે.

વાત છે અહી એક માનવતાની કે જે માણસ નથી નિભાવી શકતો તે એક મૂંગા પક્ષીએ મનુષ્ય પ્રત્યે માનવતા દાખવીને માણસને સારમાવ્યો છે.લગભગ છેલ્લા ત્રણ દિવસથી  એક હોસ્પિટલમાં દાદાને એડમિટ કરેલા છે.ત્રણ દિવસ થયા છતાં પણ દાદાના કોઈ સગા સંબંધીઓ માંથી કોઈપણ દાદાની સાર સંભાળ લેવા માટે આવ્યું ન હતું.

અહી આ ફોટો મોબાઇલ કેમેરામાં ક્લિક કરવા વાળા નર્સનું કહેવું છે કે હું સતત ત્રણ દિવસથી જોઈ રહી છું કે રોજ આ કબૂતર દાદા ના પલંગ પાસે આવે છે અને થોડો ટાઈમ દાદા પર બેસીને ટાઈમ વિતાવે ને ચાલ્યું જાય છે.આ ઘટનામાં આ રીતે જોઈ તો મને નવાઈ લાગી કે દાદાના કોઈ સગા-સંબંધીઓએ ત્રણ ત્રણ દિવસથી તેમના હાલચાલ પૂછવા કે ફોન નથી આવ્યો અને એક બાજુ આ કબૂતરનું રોજ ટાઇમ ટુ ટાઇમ દાદા પાસે આવી જવું તો આ સુંદર ઘટના મને થોડી રસપ્રદ લાગી.

મને આ કબૂતરનું દાદા પાસે આવવું એ નવાઈ લાગી ,ત્યાર બાદ મે આ ઘટના વિશે જાણકારી મેળવી તો મને જાણવા મળ્યું કે આ દાદા અહીંથી થોડે રોજ દૂર કબૂતરને ચણ નાખતા હતા. મને જાણીને ખૂબ જ ખુશી થઇ કે માણસ ગણ ભૂલી શકે છે પરંતુ પશુ-પક્ષીઓ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *