લ્યો બોલો ! પત્નીને વંદાનો ડર લાગતો હોવાથી,પતિએ બદલ્યા અઢળક ઘર
મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ભાઈએ પત્નીના વાંદાને કારણે ત્રણ વર્ષના લગ્નજીવનમાં ૧૮ વખત ઘર બદલ્યું છે. વ્યવસાયે સૉફ્ટવેર એન્જિનિયર પતિ હવે પત્નીના વાંદાથી કંટાળી ગયો છે.ઘરમાં વાંદો જોઈને સામાન્ય રીતે અમુક સ્ત્રીઓ ડરની મારી ચીસ પાડી ઊઠે છે. ઘણાને વળી વાંદો જોઈને ચીતરી ચડે છે, પણ વાંદાને કારણે ઘર બદલવું પડે એ નવાઈની વાત કહેવાય….

મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ભાઈએ પત્નીના વાંદાને કારણે ત્રણ વર્ષના લગ્નજીવનમાં ૧૮ વખત ઘર બદલ્યું છે. વ્યવસાયે સૉફ્ટવેર એન્જિનિયર પતિ હવે પત્નીના વાંદાથી કંટાળી ગયો છે.ઘરમાં વાંદો જોઈને સામાન્ય રીતે અમુક સ્ત્રીઓ ડરની મારી ચીસ પાડી ઊઠે છે. ઘણાને વળી વાંદો જોઈને ચીતરી ચડે છે, પણ વાંદાને કારણે ઘર બદલવું પડે એ નવાઈની વાત કહેવાય.
જોકે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ભાઈએ પત્નીના વાંદાના ફોબિયાને કારણે ત્રણ વર્ષના લગ્નજીવનમાં ૧૮ વખત ઘર બદલ્યું છે. વ્યવસાયે સૉફ્ટવેર એન્જિનિયર પતિ હવે પત્નીના વાંદાથી કંટાળી ગયો છે.પત્નીના ડરવાને કારણે તેને જાહેરમાં પણ બધા સામે શરમમાં મુકાવું પડતું હતું. કંટાળીને તે પત્નીને છૂટાછેડા આપવાનું વિચારી રહ્યો હતો. 2017માં લગ્ન પછી થોડા જ સમયમાં પતિને પત્નીના ફોબિયા વિશે જાણ થઈ હતી. બન્યું એવું કે પત્નીએ રસોડામાં વાંદાને જોઈને ચીસ પાડી જેનાથી ઘરના બધા સભ્યો ડરી ગયા.
પુરુષો ની આને ચિંતા થય બોલો : પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મુદ્દે દિયા મિર્ઝાએ કરેલું ટવિટ સોશિયલ મીડિયા પર થયું વાયરલ, જાણો શું લખ્યું?
જોકે પછી પત્નીએ એ ઘરના રસોડામાં જવાની ના પાડતાં ઘર બદલવાની માગણી કરી. 2018 માં તેમણે પ્રથમ વાર ઘર બદલ્યું હતું.જોકે કોઈને જાણ નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી. નવા ઘરમાં પણ એ જ ઘટના બની અને ફરીથી ઘર બદલવાની તૈયારી થઈ. આમ નહીં નહીં તોય લગભગ ૧૮ વાર ઘર બદલાયાં. પતિએ પત્નીને ખાનગી મનોવૈજ્ઞાનિક પાસે લઈ જવા વિચાર્યું, પરંતુ પત્નીએ તેને આપવામાં આવેલી ગોળીઓ ગળવાની સાફ ના પાડી દીધી.
પત્નીએ આક્ષેપ કર્યો કે તેનો પતિ તેની તકલીફ સમજવાને બદલે તેને માનસિક અસ્થિર સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે. પતિએ દાવો કર્યો કે ઘરમાં વાંદો જોતાં જ પત્ની ચીસાચીસ કરીને ઘરની ચીજો રસ્તા પર મૂકવા માંડે છે. ફોબિયા દૂર કરવામાં પત્નીનો સહકાર ન મળતાં આ ભાઈ હવે પત્નીને જ જીવનમાંથી દૂર કરવાનું વિચારી રહ્યા છે.