બીજે ક્યાંયથી સુખ ખોળવાનું બંધ કરો, તમે જ સુખનો સ્ત્રોત છો !

બીજે ક્યાંયથી સુખ ખોળવાનું બંધ કરો, તમે જ સુખનો સ્ત્રોત છો !

Motivational story

આપણાં જીવનમાં મુશ્કેલીઓ આવશે અને જશે, પરંતુ તમારું સુખ ક્યાંય નહિ જાય. સુખનો માર્ગ એ પોતાના સાચા સ્વરૂપને ઓળખવાનો છે.

સૌપ્રથમ જાણો સુખ એ શું છે ?

આધુનિક વિજ્ઞાન કહે છે કે સુખ એ હકારાત્મક લાગણીઓનો અનુભવ છે કે જયારે આપણને સંતોષ અથવા ખુબ જ ખુશી હોય છે.અક્રમ વિજ્ઞાન એક એવું આધ્યામિક વિજ્ઞાન છે કે જેની પાછળ કદી દુઃખ ના આવે અને ક્યારેય ઝાખું ના પડે.મારુ સુખ મારા પરિવારજનો અને મિત્રો, સારું સ્વાસ્થ્ય , વ્યવસાયમાં પ્રગતિ અને બીજા લોકોના પ્રેમથી આવે છે.જો તમે તમારા સુખ વિશે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે તે સુખદ સંબંધો, બાહ્ય સંજોગો અને વસ્તુઓ પર આધારિત છે. શું કોઈક વખત આ જ બધી વસ્તુઓ તમારા દુઃખનું કારણ પણ નથી બનતી?

જયારે આ પરિસ્થિતિઓ કે વસ્તુઓ બદલાઈ જાય છે ત્યારે આવા સુખને લીધે કંઈક દુઃખ આવે છે. શું તમારે એવી સ્થિતિમાં ના પહોંચવું જોઈએ કે તમે આ બધા દુઃખોથી મુક્ત થઈ જાવ?ખરેખર શક્ય છે! સમભાવમાં રહીને, તમે બધીજ પરિસ્થિતિમાં અસર મુક્ત રહી શકશો અને પરિણામે તમે દુઃખોથી મુક્ત થઈ શકશો.

મનુષ્ય આ જગતમાં રુદન કરતો પ્રવેશે છે, અને જન્મથી લઈને મૃત્યુ સુધીની તેની યાત્રમાં તેના રુદનની લાગણીને સુખની લાગણીમાં ફેરવવાના નિરંતર પ્રયાસમાં મચ્યો રહે છે. તેની સઘળી ક્રિયાઓ અને પ્રવૃત્તિઓને દોરનારું બળ છે, તેની સુખ મેળવવાની ઈચ્છા. કોઈ પણ માણસ દુ:ખ મેળવવા ઈચ્છતો નથી. સુખની શોધ માણસ માટે સ્વભાવગત છે. પણ સુખ મેળવવાના તેના પ્રયાસોમાં તે ઝાઝો સફળ થતો હોય તેમ જણાતું નથી.

આપણા તેમજ આપણી આજુબાજુની વ્યક્તિઓના જીવન પર નજર નાંખીએ તો દુ:ખ અને દુ:ખને પેદા કરતી સમસ્યાઓનું પ્રમાણ કદાચ વધુ દેખાય. અને છેલ્લાં 20 વર્ષોની સાઈકોલોજિકલ જર્નલ તપાસીએ તો તેમાં હતાશા, ચિંતા અને ગુસ્સા જેવા વિષયો પર લખાયેલા સંશોધનાત્મક લેખો હજારોની સંખ્યામાં મળી આવે પણ આનંદ, આશા અને સુખ જેવા વિષયો પર તો આંગળીને વેઢે ગણાય તેટલા જ લેખો મળે. તો શું એમ માની લેવું કે સુખ અપ્રાપ્ય છે ? કે પછી, એ મળી જાય તો પણ તેને લાંબો સમય ટકાવવું અશક્ય છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *