શું જીવનમાં સ્યૂસાઇડ એ જ અંતિમ ઉપાય છે ? એકવાર આવશ્ય જાણો

શું જીવનમાં સ્યૂસાઇડ એ જ અંતિમ ઉપાય છે ? એકવાર આવશ્ય જાણો

જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું ?

વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખઅને ભોગવટોછે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં, ખૂબ જ દુ:ખ રહેલા છે. જેવી તમે કોઈ સમસ્યા પૂરી થાય, ત્યાં તો બીજી ઊભી જ હોય છે. સમસ્યાઓની આ સુનામી આંતરિક દુઃખોનું કારણ બને છે. આમાં હજુ ઉમેરો કરતાં, જીવનના દરેક પાસામાં માંગણીઓ અને અપેક્ષાઓ તમને આત્મહત્યા કરવા માટેનો વિચાર કરાવડાવે છે.

આત્મહત્યા તમારી સમસ્યાઓનો અંત લાવશે નહીં

ઊંડાણપૂર્વક, તમે જાણો છો કે તમે તમારી જવાબદારીઓથી ભાગી શકતા નથી અને લોકોને તમારાથી અપેક્ષાઓ પણ છે. ત્યારે તમારે પુરતો સમય લઈને દરેક સમસ્યાઓને શાંતિથી ઉકેલવી. આખરે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેનું સમાધાન આવી જશે!

પ્રત્યેક પરિસ્થિતિ અથવા વ્યક્તિ જેનો તમે સામનો કરો છો તે તમારા પાછલા જીવનના કર્મનો હિસાબ છે. તેથી, તમારી પાસે જીવનમાં આવેલા દુ:ખને અને પીડા (ભોગવટાને) ને બંધ કરવા સિવાય બીજા ઘણા ઓછા વિકલ્પો છે. કર્મોના ઋણને (હિસાબને) વર્તમાનમાં ચૂકવવું વધુ સારું છે. નહિંતર, આ બધી સમસ્યાઓ વધુ તીવ્રતા સાથે ભવિષ્યના જીવનમાં પછી આવશે.

લોકડાઉનમાં પોતાનું કારખાનું બંધ થતા બીજે કામે લાગ્યા તો એ પણ બંધ થતા યુવાને સ્યૂસાઇડ નોટ લખી જિંદગી ટૂંકાવી

વાત છે ગત લોકડાઉનમાં ફર્નિચરનું કારખાનું બંધ થયા બાદ યુવાને નોકરી શરૂ કરી હતી. તે કારખાનું પણ બંધ થતા આર્થિક ભિંસથી કંટાળી કારખાનેદાર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કોરોનાની મહામારીમાં બેકાર થયેેલા લોકો નાસીપાસ થઇ જિંદગી ટૂંકાવી લેતા હોવાના બનાવો વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં રવિવારે સાંજે દેવપરા શાકમાર્કેટ નજીક રહેતા વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર નામના કારખાનેદારે તેમના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકના પીએસઆઇ ડી.એ.ધાંધલ્યા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસને આપઘાત કરતા પૂર્વે કારખાનેદારે લખેલી હૃદયદ્રાવક સ્યૂસાઇડ નોટ મળી હતી. ઓમ ફર્નિચરના નામથી કારખાનું ચલાવતા વિરેન્દ્રભાઇએ લખેલી સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ફર્નિચરનું કારખાનું લોકડાઉનને કારણે ઠપ થઇ જતા બંધ કરવું પડ્યું છે. કોરોના વાયરસથી જેટલા લોકો મર્યા તેના કરતા વધુ લોકો લોકડાઉનમાં બેકાર થઇ જતા આપઘાત કરી લીધા છે.

ઓનલાઇન ના ડોક્ટર જોવો : ડોક્ટરે પગની ચામડીથી જોડી દીધી તૂટેલી જીભ, હવે મો અંદર ઉગવા લાગ્યા વાળ 

મારી સાથે પણ એ જ થયું કારખાનું બંધ થઇ જતા ગઢડા ગામે અન્યના કારખાનામાં કામે જતો હતો, પરંતુ તે પણ બંધ જઇ જતા ભયંકર આર્થિક ભીંસમાં આવી ગયો છું. સંતાનોની એક વર્ષની ફી નહીં ભરી શકવાને કારણે તેમનો એક મહિનાથી અભ્યાસ પણ બંધ થઇ ગયો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ઘર ચલાવવા પત્નીને કામે જવું પડ્યું છે. જેથી આ બોજ હવે મારાથી ઉપાડાતો નથી, હું થાકી ગયો છું.

ધંધામાં જ્યારે મારે સરખાઇ હતી. ત્યારે મેં બધાને મદદ કરી છે. પણ જ્યારે મારે તકલીફ પડી ત્યારે કોઇ સગાએ મને મદદ ન કરી. મારી મુશ્કેલીના સમયમાં પાડોશીઓ સાથે ઊભા રહી મને મદદ કરી જેને કારણે આ કપરા દિવસો પસાર થયા. હું બધા પાડોશીનો આભાર માનું છું, પરંતુ પાડોશીઓની મદદ કેટલી લેવી. ત્યારે આટલી બધી તકલીફોની એક જ દવા છે મોત, મોત એક જ એવો રસ્તો છે જ્યાં બધી તકલીફો પૂરી થઇ જાય છે. હું આર્થિક ભીંસથી જ આ પગલું ભરું છું. મારી આત્મહત્યા પાછળ કોઇ જવાબદાર ન હોવાનું સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બે ભાઇ, બે બહેનમાં વિરેન્દ્રભાઇ મોટા હતા. બનાવથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.