લવિંગ કપૂરની પોટલી ઑક્સિજન વધારવા સૂંઘતા પહેલા,જાણી લેજો વૈજ્ઞાનિકો શું કહે છે ?
કોરોનાનું સંક્રમણ દેશમાં વધતુ જાય છે તેમ લોકોનો ડર પણ વધતો જાય છે. ઓક્સિજન લેવલ ઓછુ થવા લાગે છે અને લોકોનો ડર વધવા લાગે છે. હવે આપણે જાણવું જરૂરી છે કે લવિંગની પોટલીની અસરદાર ? વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો મત જો તમે પણ સુંઘતા હોવ તો એક વાર જરૂર જાણજો. કોરોના માહોલ વચ્ચે હાલમાં જ એક…

કોરોનાનું સંક્રમણ દેશમાં વધતુ જાય છે તેમ લોકોનો ડર પણ વધતો જાય છે. ઓક્સિજન લેવલ ઓછુ થવા લાગે છે અને લોકોનો ડર વધવા લાગે છે. હવે આપણે જાણવું જરૂરી છે કે લવિંગની પોટલીની અસરદાર ? વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો મત જો તમે પણ સુંઘતા હોવ તો એક વાર જરૂર જાણજો. કોરોના માહોલ વચ્ચે હાલમાં જ એક વીડિયો ખુબ વાયરલ થયો છે જેમાં કહેવામાં આવે છે કે કપૂર, લવિંગસ અજમો અને નીલગિરીની એક પોટલી બનાવીને સૂંઘવામાં આવે તો તેનાથી ઓક્સિજન લેવલ વધવા લાગે છે જેથી આપના શરીરને પૂરતો ઓક્સિજન મળી રહે છે.
આ વાતમાં કેટલુ સત્ય છે લોકો તે જાણતા નથી.
ઓક્સિજન વધારવા લોકો આ દેશી ઉપચારનો સહારો પણ લઇ રહ્યાં છે. ત્યારે દિગ્ગજ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ આ વીડિયો શૅર કર્યો છે અને તેને સેહત કી પોટલીનું કેપ્શન પણ આપ્યુ છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું કે, કપૂર, લવિંગ અને અજમાનું મિશ્રણ કરી તેમાં થોડા ટિંપા નીલગીરીનું તેલ મિક્સ કરીને સુંઘવાથીઓક્સિજન લેવલ વધે છે. હવે આ વાતમાં કેટલુ સત્ય છે લોકો તે જાણતા નથી.
વૈજ્ઞાનિકો આ પ્રકારની પોટલીનુ સમર્થન કરતા નથી.
તેમનુ કહેવુ છે કે આ પ્રકારની પોટલી વારંવાર સુંઘવામાં આવે તો તેના સાઇડ ઇફેક્ટ પણ સામે આવી શકે છે. સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહેલી આ પોટલી વિશે વૈજ્ઞાનિકો કહે છે કે આનુ કોરોના વાયરસ સાથે કોઇ લેવા દેવા નથી. કપૂર એક જ્વલનશીલ સફેદ ક્રિસ્ટલીય પદાર્થ છે જેમાં તેજ સુગંધ હોય છે. દુખાવો અને ખંજવાળ ઓછી કરવા તેનો ઉપયોગ શરીર પર કરવામાં આવે છે પરંતુ તે હાનિકારક પણ છે.
ઉકાળો એટલે શું : મોરંગીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કોરોના સામે રક્ષણ માટે ઉકાળા વિતરણ
લવિંગથી નથી વધતુ ઓક્સિજન લેવલ.
લવિંગ વિશે જણાવવામાં આવ્યુ છે કે જાયફળ, લવિંગ અને તુલસીમાં યૌગિક યૂજેનોલ રહેલુ છે જે ટોક્સિસિટીનું કારણ છે. શોધમાં આ પ્રકારના ઘણા પ્રુફ મળ્યા છે જે કહે છે કે લવિંગથી ઓક્સિજન લેવલ નથી વધતુ. અજમા પર નથી કોઇ શોધ લવિંગ અને કપૂરની જેમ કેરમ બીજ એટલે કે અજમા પર કે નીલગિરી પર કોઇ એવી શોધ થઇ નથી કે જે સાબિત કરે કે આ પ્રકારની પોટલી સુંઘવાથી તમારા શરીરમાં ઓક્સિજન વધે છે.
One Comment