જોઈ લ્યો અનોખો જુગાડ ,સ્ટેન્ડ ન મળતા કાર પર ખુરશી રાખી લગાવ્યો બાટલો

જોઈ લ્યો અનોખો જુગાડ ,સ્ટેન્ડ ન મળતા કાર પર ખુરશી રાખી લગાવ્યો બાટલો

દેશમાં કોરોના પરિસ્થિતી વિકટ બની રહી છે ત્યારે રાજકોટ શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દિવસેને દિવસે પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે.લોકોએ માસ્ક અને સામાજિક અંતર રાખીને કોરોનાથી બચી શકાય છે,જેથી કોરોના પીઆર સંપૂર્ણ કાબૂ મેળવીશકય

રાજકોટ શહેરમાં કેસ વધતા હોસ્પિટલોમાં ખાલી બેડની સમસ્યા સર્જાય છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ હાઉસફૂલ છે. પરિવારજનો એમ્બ્યુલન્સ ન મળતા પોતાના સ્વજનને ખાનગી વાહનમાં લઇને આવે છે. પરંતુ સિવિલ બહાર પણ ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં એમ્બ્યલન્સ અને વાહનોની લાંબી કતાર જોવા મળે છે.

તંત્ર સામે પરિવારજનો પોતાના સ્વજનને બચાવવા જુગાડ કરી રહ્યાં છે. આજે એક કારમાં લઇને આવેલા દર્દીના પરિવારજનોએ બાટલો ટીંગાડવા માટે કાર પર ખુરશી રાખી વ્યવસ્થા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે.

હોય આવાય હોય જોવો : આ રાજ્યોએ 18 વર્ષથી વધુ વયના લોકોનુ રસીકરણનો કેમ કર્યો ઈનકાર ?

અહી એક દર્દીને બાટલો ચડાવવા માટે સ્ટેન્ડની વ્યવસ્થા ન થતા આખરે પરિવાર પોતાનો જુગાડ લગાવી કાર પર ખુરશી રાખી બાટલો ટીંગાડી પોતાના સ્વજનને કઈ પણ રીતે બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.કોરોનાએ રાજકોટને વેન્ટિલેટર પર લાવી દીધું છે. નવા દર્દીઓ પોતાના ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં આવી લાઇનમાં ઊભા રહે છે.

સિવિલ હોસ્પિટલમાં 24કલાક વીતવા છતાં પણ વારો આવતો નથી. ત્યારે દર્દીઓનાં સગા કોરોનાનો ડર છોડી પોતાના સ્વજનને બચાવવા વલખાં મારી રહ્યા છે. કોઇ ઓક્સિજનના બાટલા પકડી રાખે છે તો કોઇ દર્દીના નાકમાંથી ઓક્સિજનની નળી નીકળી ન જાય એ માટે પકડી રાખે છે. આ પ્રકારનાં કરુણ દશ્યો કેમેરામાં કેદ થયાં છે.આ પરથી લાગે છે કે કોરોના સંપૂર્ણ માનવ જાત પર ભરડો લગાવ્યો હોય.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.