વરરાજાને લગ્ન મંડપમાંથી જ ઉઠાવી ગઈ પોલીસ
જ્યારે કોરોના વાયરસે આખા દેશમાં હાહાકાર મચાવી રાખ્યો છે તેવામાં ઘણા રાજ્યોમાં સ્વેછિક લોકડાઉન રાખ્યું છે. વાત કરીયે પંજાબમાં પણ વીકેન્ડ લોકડાઉન લાગુ છે. પ્રશાસનની તરફથી લોકોને કોવિડ નિયમનું પાલન કરવાનું કહૃાું છે. તેમ છતાંય તેના કેટલાંક લોકો કોરોનાના ખતરાને સમજી શકયા નહીં. એક આવો જ મામલો પંજાબના જલંધરથી આવ્યો છે. જ્યાં એક લગ્ન સમારંભમાં…

જ્યારે કોરોના વાયરસે આખા દેશમાં હાહાકાર મચાવી રાખ્યો છે તેવામાં ઘણા રાજ્યોમાં સ્વેછિક લોકડાઉન રાખ્યું છે. વાત કરીયે પંજાબમાં પણ વીકેન્ડ લોકડાઉન લાગુ છે. પ્રશાસનની તરફથી લોકોને કોવિડ નિયમનું પાલન કરવાનું કહૃાું છે. તેમ છતાંય તેના કેટલાંક લોકો કોરોનાના ખતરાને સમજી શકયા નહીં. એક આવો જ મામલો પંજાબના જલંધરથી આવ્યો છે. જ્યાં એક લગ્ન સમારંભમાં 100 થી વધુ લોકો એકત્રિત થયા હતા. જ્યારે પોલીસને આ કેસની માહિતી આપી તો સખ્ત એકશન લેવાયું.
લગ્ન મંડપમાં ૧૦૦ થી વધુ લોકોની હાજરી જોવા મળી હતી
લગ્ન મંડપમાં ૧૦૦ થી વધુ લોકોની હાજરી જોવા મળી હતી. નિયમ પ્રમાણે લગ્નમાં 20 લોકો માટે ડેપ્યુટી કમિશ્ર્નર પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. સ્થળ પર તપાસ દરમ્યાન પોલીસને ખબર પડી કે તેમની પાસે આ પ્રકારની પણ કોઇ મંજૂરી નથી લીધી જેથી પોલીસે કાર્યવાહી કરતાં વરરાજા અને છોકરીના દાદાને સરકારી ગાડીમાં બેસાડી પોલીસસ્ટેશન લઇ ગયા.આખા મામલે લોકોમાં ચર્ચા ફેલાઈ રહી છે.
પતિ લોકો સાવધાન રેજો ભાઈ આવું થાય : ગેરકાયદેસર સંબંધની શંકાના આધારે વીડિયો જોતાં મહિલાએ કરી પતિની હત્યા
પોલીસ સ્ટેશનમાં દાદા અને વરરાજાની પૂછપરચ્છ કરાઇ તો તેમણે કહૃાું કે આટલા લોકો લગ્નમાં કેવી રીતે અને કયાંથી આવી ગયા તેના અંગે તેમને બિલકુલ ખબર નથી. છોકરાએ કહૃાું કે માત્ર 20 લોકોને જ લગ્નમાં બોલાવ્યા હતા પરંતુ આટલા લોકો કયાંથી આવી ગયા એ જ ખબર નથી. વધુમાં પોલીસે છોકરાવાળા અને છોકરીના પક્ષના ચાર લોકોની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો અને બે કલાક બાદ વરરાજા અને દાદાને જામીન પર છોડાયા. પછી વરરાજા પોતાની વહુરાણીને કારમાં લઇ પોતાના ઘરે જતા રહૃાા. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
One Comment