કોરોનામા મુસાફરી દરમિયાન રાખો ખાસ સાવધાની

કોરોનામા મુસાફરી દરમિયાન રાખો ખાસ સાવધાની, આ Travel Tips છે મહત્વની

તહેવારો આવી રહિયા છે એવામાં લોકો બસ તેમજ ટ્રેનથી ટ્રાવેલ કરી પોતાના ઘરે જશે. તો કેટલાક લોકો ઘણા સમયથી ઘરમાં બંધ રહેવાના કારણે ક્યાંક ફરવા જવાની તૈયારીમાં બેઠા હશે . જો કે, કોરોના કહેર ટળ્યો નથી તેથી તેવામાં કોરોનાથી બચીને યાત્રા કરવી ખુબજ જરૂરી છે. જો કે, ત્રણ-ચાર મહિના સુધી આ લોકડાઉન બાદ મોટા ભાગની જગ્યાઓ પર લોકડાઉનને હટાવી દેવામાં આવ્યું છે.

ભારતમાં 3 મહિના સુધી લોકડાઉનની સ્થિતિ રહી હતી. જ્યારે અનલોક ફેઝ ચાલી રહ્યું છે. ત્યારે લોકોને યાત્રા કરવાની ઢીલ મળી ગઇ છે.

આ રીતે સ્વાસ્થયનું રાખો ખાસ ધ્યાન

કોઈ જગ્યાએ જો તમે જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો કોરોનાના આ દોરમાં તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ. ઠંડીની સીઝન શરૂ થઈ ગઇ છે. એવામાં શરદી-ખાંસી થવું સામન્ય વાત છે પરંતુ કોરોના કાળમાં તમારે તમારા સ્વાસ્થ્યનું પહેલાથી વધારે ધ્યાન રાખવાનું છે.

તમે જે જગ્યાએ યાત્રા કરવા માટે જઈ રહ્યા છો, ત્યાં વિશે પહેલાથી જાણકારી મેળવી લો. તમે જ્યાં પણ જશો, તમારા માટે આ જાણવું ખુબજ જરૂરી છે કે ત્યાં કોરોનાની કેવી સ્થિતિ છે.

જો સ્થિતિ સમાન્ય છે તો તમે યાત્રા કરી શકો છો. જો કે, ત્યાંની સ્થિતિ ઠીક નથી અને કોરોના સંક્રમણ વધારે છે તો એવી જગ્યા પર જવાથી દૂર રહો.

આવો નિયમ ઈન્ડિયા માં હોવો જોઈએ : લ્યો બોલો ! અહીં 7 બાળકોને જન્મ આપનારી મહિલાને મળે છે ગોલ્ડ મેડલ

ડોક્ટર પાસેથી સલાહ મુજબ

જો તમે યાત્રા પર જઈ રહ્યાં છો તો તમારા ડોક્ટર પાસેથી સલાહ લઇ શરદી-ખાંસી અને તાવની દવાઓ જરૂરથી લઈ જાઓ.

જો યાત્રા દરમિયાન તબિયત ખરાબ થાય છે તો તમારી પાસે દવાઓ ઉપલબ્ધ રહેશે. કોઇ જગ્યાએ દવા શોધવાની જરૂર નહીં પડે. રસ્તામાં કોઈપણ સ્થિતિ આવી શકે છે.

યાત્રા કરવાથી પહેલા કેટલીક જરૂરી વસ્તુઓ તમારી પાસે યાદ કરીને રાખો. કોવિડ-19 ના આ દોરમાં તમારે એક્સ્ટ્રા માસ્ક  અને સેનિટાઈઝર રાખવાનું ના ભૂલો.

જો તમે તમારી સાથે એક્સ્ટ્રા માસ્ક નહીં રાખો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સાથે જ ફૂલ ફેસ કવર (Full Face Cover) પણ સાથે રાખવું એક સારો વિકલ્પ થઈ શકે છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.