કોવિશિલ્ડના ૨ ડોઝ વચ્ચે કેટલું અંતર રાખવું ? શું છે સરકારની ભલામણ ?
ભારતમાં જ્યારે કોરોનાના વચ્ચે વેક્સિનની પણ કમી દેખાઈ રહી છે તેવામાં સરકારી પેનલે વેક્સિનના ડોઝને લઇને લોકોને એક ભલામણ કરી છે કે બન્ને ડોઝ વચ્ચે રાખવું ? પહેલાં વેક્સિનના બન્ને ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું,જે બાદ વધારીને ૪૨ દિવસ કરાયું હતું. હવે સરકારી પેનલે ભલામણ કરી છે કે બીજો ડોઝ ત્રણ મહિના…

ભારતમાં જ્યારે કોરોનાના વચ્ચે વેક્સિનની પણ કમી દેખાઈ રહી છે તેવામાં સરકારી પેનલે વેક્સિનના ડોઝને લઇને લોકોને એક ભલામણ કરી છે કે બન્ને ડોઝ વચ્ચે રાખવું ? પહેલાં વેક્સિનના બન્ને ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું,જે બાદ વધારીને ૪૨ દિવસ કરાયું હતું. હવે સરકારી પેનલે ભલામણ કરી છે કે બીજો ડોઝ ત્રણ મહિના બાદ આપવામાં આવે.
પેનલનું કહેવું છે કે, કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે ત્રણથી ચાર મહિનાનું અંતર હોવું જાેઇએ. કહેવાઇ રહ્યું છે કે, આ ભલામણ વેક્સિનની કમીને કારણે કરાઇ છે.સરકારી પેનલનું કહેવું છે કે, કોરોનાના દર્દીઓએ રિકવર થયાના છ મહિના બાદ જ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો જાેઇએ. આ વચ્ચે કોવેક્સિન તૈયાર કરનારી કંપની ભારત બાયોટેકને ૨થી ૧૮ વર્ષના વય વર્ગ માટે રસીના બીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે.
ભારત શે ગમે ઈ થાય : ભારતમાં ઑક્સિજનનું ઉત્પાદન વધારે, તો કેમ પડી રહી છે તંગી ? વાયુ સેનાની મદદ લેવાશે
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી આ મંજૂરી આપવામાં આવી છે.ભારતમાં બે રીતે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોને મફતમાં વેક્સિન આપી રહી છે. ઉપરાંત ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી માટે રાજ્ય સરકારો અને પ્રાઇવેટ સેક્ટરને પણ વેક્સિન ખરીદવાની મંજૂરી આપી છે. જાે કે, કેન્દ્ર સરકારે આની માટે ક્વોટા નક્કી કર્યો છે. જેથી તમામ રાજ્યોને તેની વસ્તી પ્રમાણે રસી મળે.