સાધુ નથી છતાં 40 વર્ષથી વાળ ધોયા કે કાપ્યા નથી, ભગવાને કહયું હતું કે

સાધુ નથી છતાં 40 વર્ષથી વાળ ધોયા કે કાપ્યા નથી, ભગવાને કહયું હતું કે

ગજબ છે હો બાકી મિત્રો,કોઈ નાહવા માટેનો રેકોર્ડ બનાવે તો કોઈ ખાવા માટેનો રેકોર્ડ બનાવે, મલબ કે રેકોર્ડ માટે કોઈ વસ્તુ ફિક્સ નથી.માણસ ગમે ત્યારે ગમે તેનો રેકોર્ડ તોડી નાખે એવા શોખ ધરાવતા થયા છે. વાત અહી છે વાળની.માથાના વાળ દરેક વ્યક્તિને પ્રિય હોય છે. અને તેમાં ખાસ કરીને છોકરીઓની ઇચ્છા એ છે કે તેમના વાળ મજબૂત, જાડા અને લાંબા અને કાળા હોય. છોકરીઓ પર લાંબા વાળ સુંદર લાગે છે. જો કે, જ્યારે છોકરાઓની વાત આવે છે, ત્યારે તેમના વાળની ​​લંબાઈ સામાન્ય રીતે ટૂંકી હોય છે .

આમતો લાંબા વાળ ફક્ત પુરુષોમાં અને એ પણ સાધુ સંતોમાં જોવા મળે છે અને જેમના વાળ મોટા થઈ શકે છે. પરંતુ અહી એવી વ્યક્તિ છે કે જે સાધુ નથી છતાં તેની વાળની ​​લંબાઈ 6 ફૂટ છે જેટલી છે. તમને સભળીને આ વાત નવીન લાગશે.પરંતુ અહી તે કોઈ સંત કે સાધુ નથી,આશ્ચર્યજનક વાત એ છે કે આ વ્યક્તિનો દાવો છે કે તેણે છેલ્લા 40 વર્ષથી વાળ ધોયા પણ નથી. અહી જાણો અનોખા માણસ વિશે.

બિહારના મુંગર જિલ્લાનો રહેવાસી સકલ દેવ તેની વાળની ​​લંબાઈ 6 ફુટ છે. ગામના લોકો તેને મહાત્મા કહે જોકે તે કોઈ સંત કે સાધુ નથી. વન વિભાગનો નિવૃત્ત કર્મચારી છે. તેમણે 31 વર્ષથી વન વિભાગમાં કામ કર્યું છે. હાલમાં ઘરે થોડી દવાઓ બનાવે છે. તેમની દવાઓ પણ તેમના વાળની ​​જેમ પ્રખ્યાત છે. ઘણા લોકો તેને મેળવવા માટે દૂર-દૂરથી આવે છે.

લાંબા વાળને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય

તેના પરિવારમાં ત્રણ પુત્રો, ત્રણ પુત્રી અને સાત પૌત્રો છે. તે લાંબા વાળને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે તેણે 40 વર્ષમાં એકવાર પણ વાળ ધોયા નથી. સાંભળવામાં વિચિત્ર લાગશે તેના પત્નીને પણ કોઈ સમસ્યા નથી વાળ ન ધોવાથી અને લાંબા રાખવાથી.

આભાઈ ની પત્ની તો જોવો બાકી એમ હો : વ્યસન છોડાવા બનાવ્યું પાંજરું, પત્નીએ રાખી ચાવી, વાંચો નહિતર તમારે આવું થશે

આટલા વર્ષોથી તેમને ધોવાયા ન હોવા છતાં, કાળા અને લાંબા

ઘરની બહાર નીકળે ત્યારે વાળ પર સફેદ કાપડ બાંધી દે જો કે, આટલા વર્ષોથી વાળ ન ધોવાને કારણે ઉદભવેલી ગંદકી અને ગંધ સાથે તેઓ શું કરે છે? પરંતુ તે આશ્ચર્યજનક પણ છે કે આટલા વર્ષોથી તેમને ધોવાયા ન હોવા છતાં,તેઓના વાળ આટલા લાંબા અને જાડા કેવી રીતે બન્યા હશે ? આ જ પ્રશ્ન સોશિયલ મીડિયા પર કેટલાક લોકોના મનમાં ચાલી રહ્યો છે. નોંધપાત્ર રીતે, લોકો તેમના વાળને જોઈને તમામ પ્રકારના ઉત્પાદનો અથવા ટીપ્સ વાપરે છે.

આ કારણે ક્યારેય વાળ કાપ્યા નથી

હવે એક મોટો સવાલ હજી સુધી કેમ વાળ કાપ્યા નથી? સાધુ સંતોના વાળ વધારવા તે સમજી શકાય પરંતુ સામાન્ય નાગરિકે કેમ વધાર્યા હશે ?જવાબમાં સકલ દેવે આશ્ચર્યજનક વાત કહ્યું ભગવાન તેમના સ્વપ્નમાં આવ્યા કહ્યું કે તમારા વાળ ક્યારેય કાપશો નહીં અને દારૂ અને ધૂમ્રપાન મુકી દેજો. બસ ત્યારથી જ, તે ભગવાનની આજ્ઞા પાળી વાળ કાપતા નથી.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.