એક અભણ મહિલા અનોખી ટેકનિકથી લાખોની કમાણી કરી જાણો એનો બિજનેસ

એક અભણ મહિલા અનોખી ટેકનિકથી લાખોની કમાણી કરી, જાણો એનો બિજનેસ

Motivational story

કહેવાય છે કે “મન હોયતો, માળવે જવાય” માણસ મન, મહેનત અને જુસ્સાથી પોતાની કિસ્મતને ગમે ત્યારે બદલી શકે છે. જરૂરી નથી કે લાખો રૂપિયાની કમાણી કરવા માટે ઉચ્ચ અભ્યાસ જ કરવો પડે, પરંતુ જરૂરી એ છે કે તેમાં કઈક અલગ કરવાની ઈચ્છા કેટલી છે. આવો જ એક કમાલ કરી દેખાડ્યો છે ગુજરાતની એક 62 વર્ષની એક મહિલાએ, જેમણે ફક્ત 1 વર્ષમાં 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જાણીએ સફળ મહિલા પાછળની કહાની અને તેનો શું બિજનેસ છે.

બનાસકાંઠા જિલ્લાના નગાણા ગામની નિવાસી એક મહિલા નવલબેન દલસંગભાઈ ચૌધરી છે. જે અભણ છે એટલે કે તે ભણ્યા નથી છતાં તેમની પાસે ખૂબ આવડત છે અને તે આવડ્તથી તેના વિસ્તારમાં શ્વેત ક્રાંતિ લાવવા જેવું કામ કરી રહી છે. આમ નવલબેન પોતાની મહેનતમાં પશુપાલન થકી દર મહિને 10 લાખનું દૂધ વેચીને 3.50 લાખ રૂપિયાનો નફો કમાય છે. તેની કમાણીની પ્રેરણા લેવા માટે દૂર-દૂર ગામના લોકો આવે છે.

નવલબેનના બિજનેસની વાત કરીયે તો તેમની પાસે 80 ભેસ અને 45 જેટલી ગાયઓ રાખી છે. નવલબેન જણાવે છે કે મારે 4 દિકરા છે જે ભણીને નોકરી કરે છે, પણ તેની કમાણી મારાથી ઓછી છે. તે આ બાબતમાં બનાસકાંઠા જિલ્લામાં પહેલા સ્થાન પર છે, જેણે 2020માં 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચ્યું છે. તેણે ગત વર્ષે 2019માં 87.95 લાખ રૂપિયાનું દૂધ વેચ્યું હતું.પોતાની સૂજ બૂજ થી આ પશુ પાલનનો ધંધો ખુબજ સારો ચાલે છે.

તે પોતાની કમાણી સાથોસાથ ગામના લગભગ 15 લોકોને રોજગાર આપી રહ્યાં છે. જે તેના પશુઓની સારસંભાળ કરે છે. અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને બે લક્ષ્મી એવોર્ડ અને ત્રણ શ્રેષ્ઠ પશુપાલનનો પુરસ્કાર એનાયત કર્યો છે. ઘણા બધા ઢોર હોવાથી દૂધ માટે મશીન અને પોતે પોતાના હાથેથી દૂધ એકઠું કરે છે.

બીજું આવુજ એક સફળતાનું ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના ચારડા ગામની નિરક્ષર મહિલા કાનુબેન ચૌધરી. તેણે પશુ પાલનમાં લોન લઈને 10 પશુથી દૂધ વેચવાનો વ્યવસાય શરૂ કરી પોતાના મહેનતના દમ પર એટલી ઊંચાઈ પર પહોચી ગયાં છે કે દર મહિને 5 થી 6 લાખ રૂપિયાની ચોખી કમાણી થઈ રહી છે. આ સફળતા માટે તેને ઘણાં એવોર્ડ પણ મળ્યાં હતાં. આ પરથી કહી શકાય કે જીવનમાં ભણતર જ જરૂરી નથી, ગણતર પણ જરૂરી છે, જે આ વાત પરથી સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *