અનોખો મેળો જ્યાં પાન ખવડાવી જીવનસાથી પસંદ કરાય

એક અનોખો મેળો જ્યાં પાન ખવડાવી, જીવનસાથી પસંદ કરાય છે

Relationship

એક પવિત્ર બંધન લગ્નને માનવામાં આવે છે ત્યારે આ બંધનમાં એકવાર બંધાયા બાદ આગલા સાત જન્મો સુધી આ બંધનમાં યુગલ બંધાયેલા રહે છે. લગ્નમાં ઘણી પ્રકારના રીત-રિવાજો નિભાવામાં આવતા હોય છે. જ્યાં ઘણી જગ્યાએ તો લગ્નના રિવાજ પણ વિચિત્ર હોય છે.

અહી મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં લગ્ન માટે અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. અહી લગ્ન પહેલા પાન ખવડાવવામાં આવે છે અને પછી જ જીવનસાથી પસંદ કરે છે.છે ને બાકી અદભૂત રિવાજ.

અહી છોકરા અને છોકરીઑ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે

મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં આવેલા આદિવાસી વિસ્તારમાં લગ્નની રીત આજે પણ ચાલી રહી છે. અહી રહેતા આદિવાસી પ્રજા પોતાના અનોખા લગ્ન માટે વિશ્વભરમાં જાણીતા છે. એક રિપોર્ટ અનુસાર, લગભગ 70 કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારમાં આવેલું મોરગઢી ગામમાં દરેક વર્ષે દિવાળીના એક અઠવાડિયા બાદ એક અદ્દભૂત મેળો ભરાય છે. તેમાં મોટી સંખ્યામાં આદિવાસી છોકરો-છોકરી ઉપસ્થિત રહે છે. એવું કહેવામાં આવે છે કે આ બજારમાં આદિવાસી યુવક અને યુવતી એકબીજાને પાન ખવાડાવી એકબીજાને પસંદ કરે છે પછી લગ્ન કરે છે.

આ મેળામાં પાન ખવડાવી કરે છે લગ્નનું એલાન

આ મેળાની પરંપરા અનુસાર યુવક પોતાની પસંદની યુવતીને પાન આપે છે અને જો યુવતી પાન ખાઈ લે તો તેને જીવનસાથી માનવામાં આવે છે. ખાસ વાત છે કે આ લગ્નને યુવક અને યુવતીના પરિવાજનો પણ આ વાતને માને છે. ઠોઠિયા બજાર નામના આ મેળામાં ઘણાં આદિવસી યુવક-યુવતી સામેલ થાય છે. આ મેળો બપોરે 12 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ચાલે છે.અને આ મેળામાં હજારોની સંખ્યામાં આજુ બાજુના ગામ લોકો આ મેળાનો લહાવો લઈને એક જીવન સાથી પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *