વિશ્વનું આ એક માત્ર વિચિત્ર ગામ, જ્યાં છોકરીઓ મોટી થઇ બની જાય છે છોકરા

વિશ્વનું આ એક માત્ર વિચિત્ર ગામ, જ્યાં છોકરીઓ મોટી થઇ બની જાય છે છોકરા

આ ગામને લોકોને શા માટે શાપિત ગામ માને છે ?

આજ સુધી તમે ક્યાય નહીં સાંભળ્યું હશે કોઈ એવી જગ્યા વિષે કે ત્યના લોકોનું જેન્ડર મોટા થવાની સાથે બદલાય છે! ડોમિનિકલ રિપબ્લિકમાં એક એવું ગામ છે જ્યાં છોકરીઓ મોટી થઈને છોકરા બની જાય છે.અહી

લા સલિનાસ નામના આ ગામને લોકો શાપિત ગામ માને છે.

આ ગામની છોકરીઓ 12 વર્ષની ઉંમરે છોકરા બની જાય છે

લા સલિનાસ નામના આ ગામની છોકરીઓ 12 વર્ષની ઉંમરે છોકરા બની જાય છે. આ ગામની વસ્તી ફક્ત 6 હજાર છે, પરંતુ હજુ પણ આ નાનું ગામ વિશ્વના સંશોધનકારો માટે સંશોધનનો વિષય બની ગયું છે. વિશ્વના નકશામાં આ ગામને એક રહસ્યમય ગામ તરીકે ઓળખવામાં આવ્યું છે.

સ્થાનિક લોકોનુ માનવુ છે કે ગામમાં કેટલીક અદૃશ્ય શક્તિ છે, જ્યારે કેટલાક લોકો ગામને શાપિત માને છે. આ ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં છોકરીઓ જન્મે છે. જ્યારે તે 12 વર્ષની થાય છે, ત્યારે તે એક છોકરો બની જાય છે.

છોકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારમાં ઉદાસી છવાઈ જાય છે

જેન્ડર બદલાવાની આ બીમારીને કારણે ગામના લોકો ખૂબ મૂશ્કેલીમાં છે. આ ગામમાં જ્યારે પણ પરિવારમાં કોઈ છોકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારમાં ઉદાસી છવાઈ જાય છે. કારણ કે તેઓ જાણે છે કે જ્યારે છોકરી મોટી થશે ત્યારે તે એક છોકરો બની જશે. આ કારણે ગામમાં છોકરીઓની સંખ્યા પણ ઓછી થઈ છે.

આ માણસે નાવામા પાણી બગાડુજ નથી જોવો તો ખરા કેવો હશે આ : હદ થઇ, દુનિયાનો સૌથી ગંધારો માણસ, ફોટા સાથે વાંચો ગજબ સ્ટોરી

આવા બાળકોને ‘ગ્વેડોચે’ કહેવામાં આવે છે.

આ રોગથી પીડાતા આ બાળકોને ખરાબ નજરથી જોવામાં આવે છે. આવા બાળકોને ‘ગ્વેડોચે’ કહેવામાં આવે છે. સ્થાનિક ભાષામાં ‘ગ્વેડોચે’ શબ્દનો અર્થ કિન્નર થાય છે. હકીકતમાં, આ રોગ એક આનુવંશિક વિકાર છે અને તેનાથી પીડાતા બાળકોને ‘સુડોહોર્માફ્રાડાઇટ’ કહેવામાં આવે છે.

ગામના 90માંથી એક બાળક આ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યું છે

નોંધપાત્ર વાત એ છે કે આ બીમારીમાં છોકરી તરીકે જન્મેલા કેટલાક બાળકોના શરીરમાં એક ચોક્કસ વય પછી ધીમે ધીમે પુરુષો જેવા અંગ બનવા લાગે છે. તેનો અવાજ પણ બદલાવા લાગે છે. છોકરીઓથી છોકરાઓમાં તેમના શરીરમાં પરિવર્તન શરૂ થાય છે. ઘણા સંશોધકોએ આ બીમારીનો ઉપાય શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. સંશોધન કહે છે કે આ ગામના 90માંથી એક બાળક આ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.