જોઈ લ્યો ,અદ્ભુત અનોખી ટેક્નિકથી ખેતી, વીઘા દીઠ મેળવે છે અધધ નફો

જોઈ લ્યો, અદ્ભુત અનોખી ટેક્નિકથી ખેતી, વીઘા દીઠ મેળવે છે અધધ નફો

Governance

રાજ્યભરમાં બાગાયતી ખેતીને સરકાર તરફથી સારૂ એવું પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી ખેડૂતને ઓછા રોકાણે વધુ ઉપજ કરી શકે. વાવણીથી લઈને બિયારણ, વેચાણ સુધીના દરેક પાસામાં સરકાર તરફથી મોટું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલ ખેતીલાયક જમીનને લઈને અનેક જગ્યાએ માથાકુટ જોવા મળે છે. પણ અહી રાજયના જામનગરમાંથી ખેડૂતોએ એક અસાધારણ કામ કરી બતાવ્યું છે.

આધુનિક ખેતી, આગવી ટેકનોલોજી તથા અનોખી રીતથી જામનગર જિલ્લાના ખેડૂતો હવે સમૃદ્ધ થઈ રહ્યા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચાર ગામ ભોજાબેડી, ગઢકડા, ખાબડા અને બાઘલા ગામે રહેતા 25 ખેડૂતો પોતાની 324 વીઘા જમીન પર સામુહિક ખેતી કરી રહ્યા છે. જેમાં પ્રતિ વીઘા જમીન પર રૂ.50,000નો નફો રડી રહ્યા છે.

આ 25 ખેડૂતોએ પોતાના ખેતરમાં તરબુચ સહિતના બાગાયતી પાકની ખેતી કરી વૈજ્ઞાનિક અભિગમ તરફ વળ્યા છે. અન્ય કોઈ ખેડૂતોને વાવણી, બિયારણ કે વેચાણ સુધીની કોઈ પણ મદદ જોઈતી હોય તો એકબીજાને મદદરૂપ નીવડે છે.આ ખેડૂતોનું ગ્રૂપ અન્ય ખેડૂતોને ખેતીમાં પડતી મુશ્કેલી, મુંઝવણ, બિયારણ લક્ષી સમસ્યા, સરકારી યોજના, માહિતી તેમજ વેચાણ માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યા છે. આ ઉપરાંત નવા વેપારીઓની મુલાકાત, સારા ભાવતાલ અંગે પણ પોતાના જેવા ખેડૂતોની મદદ કરી રહ્યા છે.

આ ઉપરાંત આ ગ્રૂપ ખેડૂતોને આધુનિક ખેતીની રીત, સાધનો, સિંચાઈ જેવી કે, ડ્રીપ ઈરીગેશન, મલ્ચિંગ, ક્રોપિંગ, ક્રોરકવર જેવા અભિગમ તથા પાણીની બચત, નિંદામણની અટકાયત, જીવાત નિયંત્રણ જેવા લાભ આપી રહ્યા છે. આ મલ્ચિંગ વિશે વાત કરતા આદમભાઈ સપીયા કહે છે કે, હાલ તરબુચના પાકમાં જમીનમાંથી ભેજનું પ્રમાણ એક સ્તર સુધી હોય એ મહત્ત્વનું છે. મલ્ચિંગથી ઓછા પાણીએ જમીનમાં ભેજ જળવાઈ રહે છે. જેથી તરબુચ જેવી ખેતી થાય છે.

બીજી તરફ તરબુતમાં ફુગજન્સ રોગ પણ જોવા મળ્યો છે. પણ અમારા ગ્રૂપના ખેડૂતોને પાકમાં આવો કોઈ રોગ જોવા મળ્યો નથી. કારણ કે, મલ્ચિંગના કારણે નિંદામણ ખૂબ ઓછું પાકે છે. એટલે પાકમાં રોગ થવાના ચાન્સ ઘટી જાય છે. આમ તે પાકની સાચવણી અને વિકાસ બંને માટે ફાયદારૂપ છે. બીજી તરફ જીણી જીવાત પાકને નુકસાન કરે છે. ત્યારે ક્રોપકવર ગ્રીન હાઉસ જેવું કામ કરે છે. જેનાથી ખેડૂતનો કીટનાશક દવા પાછળ થતો રૂ.8000નો ખર્ચો બચે છે. ખાસ કરીને આબોહવામાં ફેર પડે ત્યારે આ વસ્તું જોવા મળે છે. કીટનાશક દવાનો વપરાશ ઘટતા પાકની ગુણવત્તા પણ સુધરે છે જેથી ભાવ સારા મળી રહે છે.

ઉપરાંત ઉત્પાદનમાં પણ અમને 2થી 3 ટનનો વધારો જોવા મળે છે. આ ઉપરાંત ક્રોપ કવર માટે સરકાર 50 જેટલી બાગાયત પાકને સબસીડી આપે છે. જેનો ફાયદો ઉત્પાદન ખર્ચમાં થાય છે. અમારા ગ્રૂપે સાતથી આઠ ટન જેટલા તરબુચનું ઉત્પાદન કર્યું છે. જે પાક સુરત, અમદાવાદ, વડોદરા, ડીસા, પોરબંદર, જામનગર, જૂનાગઢ તેમજ રાજકોટ જિલ્લામાં જાય છે.

આ ઉપરાંત તરબુચ, ટેટી, મરચાં, ટામેટા, રીંગણી, કાકડી જેવા શાકભાજી પણ ઉગાડ્યા છે. આ સામુહિક ખેતીનો કોન્સેપ્ટ વિકસે તો અનેક ખેડૂતોને મોટો ફાયદો થાય એમ છે. પણ ગ્રૂપના ખેડૂતો આ બધો શ્રેય સરકારી યોજના અને મદદને આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *