શું તમને ખબર છે, વિમાનમાં પાયલટ પાસે શા માટે કુહાડી હોય છે ? જાણીને હોશ ઉડી જશે તમારા
સમાન્ય રીતે કુહાડીનો ઉપયોગ કોઈ વસ્તુ કાપવા માટે અથવા લોકો ઝાડ અને લાકડા કાપવા માટે કુહાડીનો ઉપયોગ કરતા હોય છે. પણ શું તમને ખબર છે કે હવામાં ઉડતા વિમાનમાં પણ એક કુહાડી હોય છે અને તે પાયલટની નજીક રાખવામાં આવે છે. વિમાનમાં ઘણી બધી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે જો તમે વિમાનમાં યાત્રા કરી…

સમાન્ય રીતે કુહાડીનો ઉપયોગ કોઈ વસ્તુ કાપવા માટે અથવા લોકો ઝાડ અને લાકડા કાપવા માટે કુહાડીનો ઉપયોગ કરતા હોય છે. પણ શું તમને ખબર છે કે હવામાં ઉડતા વિમાનમાં પણ એક કુહાડી હોય છે અને તે પાયલટની નજીક રાખવામાં આવે છે.
વિમાનમાં ઘણી બધી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે
જો તમે વિમાનમાં યાત્રા કરી હશે તો તમને ખબર હશે કે વિમાનમાં ઘણી બધી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. જ્યાં તમે નખ માટે વપરાતું નેલ કટર કે નાનકડી પીન પણ લઈ જઈ શકતાં નથી. ત્યારે વિમાનમાં કુહાડી કેમ લઈ જવાય છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે.
આ સવાલ તમને જરૂર વિચારવા પર મજબુર કરી દેશેકે, આખરે દરેક વિમાનમાં કોહાડી શા માટે રાખવામાં આવે છે. એમાંય પાયલટની સીટ પાસે જ આ કુહાડી રાખવામાં આવે છે. આમ તો વિમાન વિવિધ પ્રકારના હોય છે. જેમાં વિમાનોમાં પેસેન્જર વિમાન, માલ વાહક વિમાન અને લશ્કરી વિમાન સામેલ છે. અને દરેક વિમાનોમાંથી પાયલટ પાસે કુહાડી રાખવામાં આવે છે. તો આખરે કેમ પાયલટ પાસે કુહાડી હોય છે તે જાણો અહી.
આને આખું હમડી દીધું : ગજબ જુગાડ હો બાકી, નાનકડાં બોક્સમાં રસોડું સમાય ગયું, આ જોય વૈજ્ઞાનિકો ચોંકી ગયા..!
એક સિવિલ એવીએશન એક્સપર્ટે જણાવ્યું કે, હંમેશા એક ખાસ પ્રકારની કુહાડી વિમાનની પાઈલટની કેબિનમાં તેની પાસે રહે છે. આ ખાસ પ્રકારની કુહાડી વગર પ્લેન ટેક ઓફ થતું નથી તેથી વિમાન ઉપડતા પહેલા ખાસ આ કુડાડીની તપાસ કરવામાં આવે છે. પ્લેન ટેકઓફ થાય તે પહેલા સીનિયર પાયલટની જવાબદારી છે કે તે આ ખાસ કુહાડીની ચકાસણી કરે.
આ કુહાડી ઝાડ કાપવાની કુહાડીથી સંપૂર્ણપણે ભિન્ન હોય છે. ખરેખર આ એક પોર્ટેબલ ટૂલ છે જેનો આકાર કુહાડી જેવો હોય છે. આ કુહાડી કદમાં ખૂબ નાની હોય છે અને તેની ટોટી ખાડામાં ગોઠવવામાં આવે છે. આ કુહાડીનો ઉપયોગ ફક્ત કટોકટીની સ્થિતિમાં જ થાય છે. એટલે કે જો વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા આ કુહાડીથી વિમાનના ગ્લાસ તોડી શકાય તથા આગ લાગી હોય કે ઈમરજન્સી દરમ્યાન વિમાનનો મુખ્ય દ્રાર ખોલવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે.
One Comment