સાવધાન : તમારી છોકરી સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે તો ચેતજો, જાણો અહી ધો.10ની વિદ્યાર્થીની કહાની
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના માતા-પિતા સાવધાન રહેવું
જેમ જેમ ટેક્નોલોજીનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ ગુનાઑ પણ વધતાં ગયા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૧૦ અગ્રેજી મીડિયમમાં ભણતી એક સગીરાને સ્નેપચેટ મારફ્તે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદ એ યુવક તેના મિત્રો સાથે સગીરાને ગુરુવારે સવારે અમદાવાદથી માઉન્ટ આબુ લઈ ગયા હતા.
પોલીસે તપાસ કરતા ગાડીમાં બેસતા સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. જેના કારણે પોલીસે સગીરાને આબુમાંથી શોધી શનિવારે સાંજે ૫ વાગે એટલે કે આશરે ૬૨ કલાક પછી અમદાવાદ પરત લાવી હતી. આ મામલે પોલીસે બે કિશોર સહિત ચાર યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલ ચારેય યુવકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા થોડા દિવસ પહેલા એક યુવક સાથે સ્નેપચેટ પર સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ ગુરુવારની મોડી રાત્રે ૩ વાગ્યે સગીરાના ઘરે તે યુવક અને તેના મિત્રની ગાડી લઈ પહોંચી ગયા અને સાથે બે કિશોર પણ હતા.
વિર્દ્યાર્થિની આખો દિવસ મોબાઈલ પર વ્યસ્ત રહેતી હોવાથી તેના માતા-પિતા તેને ઠપકો આપ્યો હતો. જેના કારણે વિર્દ્યાર્થિનીને ખોટું લાગતા ચીઠ્ઠી લખીને ભાગી ગઈ હતી.
આ યુવકો એ પિતાની ગાડીમાં સગીરાને માઉન્ટ આબુ લઈ ગયા હતા. પોલીસે સગીરા અને ચાર યુવકોના મેડિકલ રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં સગીરા સાથે કોઈ અઘટિત કૃત્ય કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે. સાથે જ સગીરાએ પૂછપરછમાં પણ યુવકોએ દુષ્કર્મ કે કોઈ છેડતી કરી ન હોવાની કબૂલાત કરી હતી.
તમે લવરીયા બોવ જોયા હોય પણ આવોનય : સાવધાન યુવતીઓ, કપડાંની જેમ યુવતીઓ બદલતો પ્લેબોય ઝડપાયો,હોટલોમાં માણતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાને ઘરમાં ઝગડો થયો હોવાથી કોઈ કારણસર ઘરના સભ્યો તેની સાથે બોલતા ન હતા. જેથી સગીરા ઘરે રહેવા માંગતી ન હતી અને કંટાળીને યુવકો સાથે ગઈ હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ નોંધ્યો છે.