નાની ઉંમરે ધનવાન બનવું છે? તો ધ્યાન રાખો આ ત્રણ વાત, ભવિષ્યમાં લાગશે કામ
કોરોનાએ ભવિષ્યની યોજનાઓ પર કેવી રીતે કામ કરવુ તે આ સમયે શીખવી દીધુ કોરોનાકાળે આપણને ઘણુ શીખવી દીધુ ખાસ કરીને ભવિષ્યની યોજનાઓ પર કેવી રીતે કામ કરવુ તે આ સમયે શીખવી દીધુ. આપણે સૌ કોઇ કેવી રીતે કમાણી કરવી તે સારી રીતે જાણીએ છીએ પણ હજુ સુધી આપણામાંથી કેટલાયે એવા લોકો છે જેમને ક્યાં રોકાણ…

કોરોનાએ ભવિષ્યની યોજનાઓ પર કેવી રીતે કામ કરવુ તે આ સમયે શીખવી દીધુ
કોરોનાકાળે આપણને ઘણુ શીખવી દીધુ ખાસ કરીને ભવિષ્યની યોજનાઓ પર કેવી રીતે કામ કરવુ તે આ સમયે શીખવી દીધુ. આપણે સૌ કોઇ કેવી રીતે કમાણી કરવી તે સારી રીતે જાણીએ છીએ પણ હજુ સુધી આપણામાંથી કેટલાયે એવા લોકો છે જેમને ક્યાં રોકાણ કરવુ તેની સમજ નથી હોતી.
આવક ઘટી છે ખરચાઓ તો એના એ જ રહ્યા છે.
આવા સમયે આપણી ખરી મહેનતના પૈસા યોગ્ય રસ્તે રોકાણ કરીએ તો આપણી આર્થિક સ્થિતિ એવી રહે કે આપણે ક્યારેય કોઇ પાસે હાથ લંબાવવાનો સમય ના આવે. જેટલી જલ્દી મનમાં એક ગાંઠ વાળશો કે બસ બહુ થયુ હવે રોકાણ કરવુ જ છે તો જરૂર તમને તેનાથી ફાયદો થશે. બેન્ક ખાતામાં સેવિંગ કરવાથી કોઇ ફાયદો નહી થાય તમે રોકાણ માટે નવા નવા રસ્તાઓ અપનાવવા પડશે. થોડુ રિસર્ચ કરશો તો જ તમને ફાયદો થશે.
2022 શેને જોવો હવે મોંઘવારીએ આવેઈ : નવું નાણાકીય વર્ષ શરૂ થતા, સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો આં ચકો લાગ્યો
કોઇ પણ પ્રકારનું દેવુ પહેલા ચુકવો પછી રોકાણ પર ધ્યાન આપો.
રોકાણ ત્યારેજ થાય જ્યારે તમારી પાસે પુરતી રકમ હોય. માથા પર દેવુ ગાજતુ હોય તો તમે રોકાણ ન કરી શકો. જો તમે કોઇ લોન લીધી છે તો પહેલા તેની ચુકવણી કરો. પછી જ કોઇ રોકાણ પર ધ્યાન આપો.
રોકાણ કરતા રહો ભલે નાનકડી રકમથી શરૂઆત કરો. આપણે હંમેશા સાંભળીએ છીએ કે ખરચાઓ એટલા છે રોકાણ કેમ કરી શકાય? તમે 100 રૂપિયાથી લઇને 500 સુધી SIPથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. જો તમને શેર બજારની સારી જાણકારી હોય તો તમે તેમા પણ રોકાણ કરી શકો છો. સતત માહિતી એકઠી કરતા રહો. કોઇની વાતમાં આવ્યા વગર રોકાણ કરતા પહેલા દરેક પહેલુ પર બારીકાઇથી વિચારીને પછી જ નિર્ણય લેવો.