કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.

કોરોના મૃતકના પરિવારજનોને 50 હજાર રૂપિયાની મળશે સહાય

News

કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 50 હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50,000 રૂપિયાની રકમ મળશે. જો કે, સરકારે એમ પણ કહ્યું કે આ રકમ રાજ્ય સરકાર આપશે. સરકારે અદાલતને એમ પણ કહ્યું હતું કે માત્ર પહેલાથી થયેલા મૃત્યુ માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ મૃત્યુ માટે વળતર ચૂકવવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે NDMA એ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાની રકમ આપવાની ભલામણ કરી છે, જેમાં દરેક મૃતકને 50,000 રૂપિયા આપવામાં આવશે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે, રાહત કાર્યમાં સામેલ રકમ પણ આપવામાં આવશે. સરકારે કહ્યું કે જો મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના છે, તો મૃતકના સગાને પણ સહાય આપવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી કોરોના પીડિતોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે.

નોંધનીય છે કે, વળતરની રકમ અંગે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે વિવિધ અરજીઓની સુનાવણી કરતા પહેલા જ સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તે દરેક કોરોના મૃતકને 4 લાખ ન આપી શકે. જો કે, કોર્ટે પણ સરકારના આ મુદ્દે સંમતિ આપી હતી અને મધ્યમ માર્ગ શોધવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *