ખેડૂતો: શિયાળામાં શેરડીની આ જાતથી મેળવો સોનેરી ગોળ, થાશે અધધ ફાયદો
આ વર્ષે સમર્ગ જ્ગ્યાએ વરસાદ સારો રહેવાથી પાણી પણ પુષ્કળ પ્રમાણે છે. શિયાળુ પાક પણ સારા રહેશે. તેવામાં વાત કરીયે શેરડીની. આમતો ઘણા સમયથી શેરડીના લાલ સડાનો રોગથી ખેડુતો પરેશાન છે. ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનઉ અને ઉત્તર પ્રદેશ શેરડી સંશોધન પરિષદ, શાહજહાંપુરએ નવી શેરડીની જાત વિકસાવી છે. 14201 (CoLk-14201) જે ઝડપથી ઉગે છે. સામાન્ય 14233 (CoS-14233) જાત છે.
આ જાતની શેરડીના ફાયદા
આ શેરડી વધું ઉપજ આપે છે. વધુ ખાંડ મળે. લાલ સડાની સામે લડવાની ક્ષમતા ધરાવે છે. જીવાતોના હુમલા ખૂબ ઓછા થાય.જેથી આ જાત ખેડુતો માટે ખૂબ ફાયદાકારક છે. ગુજરાતમાં શેરડીમાં લાલ રોગની સમસ્યા ઘણી વધી રહી છે. જેનાથી શેરડીનો સાંઠો લાલ રંગનો થઈ જાય છે. જે ખાંડનું ઉત્પાદન બગાડે છે. શેરડીનું ઉત્પાદન ઓછું થાય છે.
ગુજરાતમાં શેરડીનું વાવેતર
2019-20માં 1.5 લાખ હેક્ટરમાં ગુજરાતમાં શેરડીનું વાવેતર થયું હતું. જેમાં 107 લાખ ટન ઉત્પાદન હતું. જેમાં 20 ટકા બગાડ તો રાતડાના કારણે થાય છે. તે હવે અટકાવી શકાય તેમ છે. ગુજરાતમાં ભારે વરસાદ અને સતત વરસાદના કારણે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે રાતડો રોગ આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયો હતો. નવી જાતથી ખેડૂતો હેક્ટરે 100 કિલો જેટલું ઉત્પાદન વધારી શકે એવી ધારણા છે.
સોનેરી ગોળ ની જાણકારી મેળવીય બાદ જાણો કેડુતોની માટે સરકાર બનાવેલ ઓફર : આ દિવસે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવશે, તરત જ આ રીતે નોંધણી કરાવો
શું છે રાતડો રોગ ?
સતત પાણી ભરાવાના કારણે શેરડીમાં લાલ રોગ આવી ગયો છે. આખો સાંઠો લાલ થઈ જાય છે. પાણીનો ભરાવો,વધુ ભેજવાળું હવામાન, રોગ ગ્રાહ્ય જાતનું વાવેતર, સતત ઝરમરીયું વરસાદવાળુ હવામાન હોય તો રોગ વધે છે.રાતડા રોગના લક્ષણો ત્રીજી કે ચોથી પાન અવસ્થામાં વૃદ્ધિ વખતે જોવા મળે છે. આખો છોડ સુકાઈ ને બળી જાય . શેરડીના સાંઠાને ચીરતાં લાલ રંગની પટ્ટાઓ જોવા મળે છે, જેમાંથી દારૂ જેવી કે ખાટી વાંસ આવે છે. શેરડીનું કેન્સર ગણવામાં આવે છે તેનો કોઈ ઉપાય નથી. દવા કામ આપતી નથી.
આ રોગ નિયંત્રણ કેવી રીતે કરવું ?
બીના બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાન કે કાબૅન્ડીઝમના દ્રાવણમાં 10 મીનીટ બોળી પછી કટકા રોપવા. લાલ છોડને મૂળ સાથે કાઢી, બાળી કાઢવા. એ ખેતરમાં એક વર્ષ સુધી શેરડી વાવવી નહીં. લાલ બિયારણ વાપરવું નહીં.
ગોળ સોનેરી રંગનો અને ઉત્તમ ગુણવત્તાનો મળે
શેરડીનો સાંઠો બરાબર સીધો ઉભો રહે છે. શેરડી ઢળી જતી નથી. તેથી ખરાબ થતી નથી. ગોળ સોનેરી રંગનો અને ઉત્તમ ગુણવત્તાનો મળે છે. જે સજીવ ગોળ તરીકે ઉત્તમ માનવામાં આવે છે. પ્રતિ હેક્ટર 900-1000 ક્વિન્ટલનું ઉત્પાદન મળે છે. સરેરાશ, 13.0% વધું પોલ કેન પણ મળે છે.આ વર્ષે તો તેનું બીં નહીં મળે. પણ આવતા વર્ષથી તેનું બિયારણ ખેડૂતોને મળતું થશે. તેથી ગુજરાતની સહકારી સુગર મીલો પ્રયાસ કરશે. હાલ આ બિયારણ મોટા પ્રમાણમાં મીલો સાથે મળીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવતા વર્ષે 50 ટકા ખેડૂતોને આ બિયારણ મળે એવા સરકારના પ્રયાસો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ એકતા ન્યૂઝ Ekta News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
One Comment