Deals

વ્હાલી દિકરીના જન્મ પર સરકાર તરફથી 110000 રૂપિયા મળશે, જાણો વધુ વિગત

ગુજરાત સરકાર બે દાયકાથી બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત ઘણા જનજાગરણ કાર્યક્રમો કરીને લોકોમાં જાગૃકતા લાવવાનું કામ કરી રહી છે. જોકે મહિલા જન્મદર વધારવા માટે એમના લક્ષ્યાંક અનુસાર પરીણામ મળ્યુ નથી. આ કારણે સરકારે હવે વાર્ષિક રૂપિયા બે લાખ સુધીની આવક ધરાવતા ગરીબ પરીવારોમાં દિકરી જન્મદરને વધારવા માટે ‘વ્હાલી દિકરી’ યોજના અમલમાં મુકી છે.

આ યોજના અમલમાં મુકવાનો હેતુ

આ યોજના અમલમાં મુકવાનો હેતુ દીકરીઓનો જન્મદર વધારવાનો, તેમજ દીકરીઓના ઉચ્ચ અભ્યાસના રેટમાં વધારો કરવાનો, બાળ લગ્ન અટકાવવાનો અને સ્ત્રી સશક્તિકરણ કરવાનો છે. 2 ઓગસ્ટ 2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત આવતા પરિવારની દીકરીના પહેલા ધોરણમાં એડમિશન વખતે 4000 રૂપિયા, અને નવમાં ધોરણમાં પ્રવેશ વેળાએ 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને જ્યારે દિકરી ૧૮ વર્ષની થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય રૂપે તેને 1,00,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે કુલ મળીને 1,10,000 રૂપિયા દીકરીઓને સહાયના રૂપમાં મળશે.

vahli dikri yojanaપણ ગુજરાત સરકારે ‘વ્હાલી દિકરી’ યોજનામાં દંપતીને બે બાળકો પછી સંતતિ નિયમનનું ઓપરેશન ફરજિયાત કરવાની જોગવાઈ કરી છે. જે વિવાદસ્પદ જણાઈ રહી છે. આ યોજનાના ફોર્મ વિનામૂલ્યે આંગણવાડી, સીપીડીઓ કચેરી, ગ્રામ પંચાયત અને મહિલા બાળ અધિકારીઓની કચેરીઓમાંથી મળશે.

આ યોજનામાં કોને લાભ મળશે ?

વ્હાલી દીકરી યોજના અંતર્ગત આવતા દંપતીની વધુમાં વધુ 2 દીકરીઓને જ આ યોજનાનો લાભ મળશે.દંપતીની પહેલી અને બીજી દીકરીને આ યોજનાનો લાભ મળશે, પણ ત્રીજી દીકરી પછી એ દંપત્તિને સંતતિ નિયમનનું ઓપરેશન કરાવ્યાના પુરાવા રજુ કરવાના રહેશે.

જો કોઈ દંપતીને પહેલો દીકરો થયો છે અને બીજી દિકરી થઇ છે, તો બીજી દીકરીને સહાય મળશે પણ તેમાંય બે બાળકો પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવી પુરાવા રજુ કરવા પડશે.

જો કોઈ દંપતીને પહેલો દીકરો છે અને બીજી બંને દીકરી જોડિયા થઇ છે તો બંને દીકરીને આ યોજનાનો લાભ મળશે. આમ પણ દંપતીએ દીકરીના જન્મ પછી સંતતિ નિયમન ઓપેરશન કરાવ્યાનો પુરાવો રજૂ કરવો પડશે.

તેમજ દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો જ એ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

એ ઉપરાંત દંપતી એટલે કે માતા અને પિતાની કુલ વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. જે વર્ષે દીકરીનો જન્મ થયો હોય એ દિવસે દંપતિની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હશે તો એ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

દીકરીના જન્મના 1 વર્ષની અંદર એના જન્મ તારીખના પુરાવા સાથે તમારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. ફોર્મ જન સેવા કેન્દ્ર અને સેવા સેતુમાં પણ જમા કરાવી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટમાં દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતાના જન્મનું પ્રમાણ પત્ર, માતા પિતાનો આધાર કાર્ડ, આવકનો પુરાવો, કુટુંબના જન્મેલા અને હયાત બાળકોના જન્મનું પ્રમાણ પત્રનો સમાવેશ થાય છે. જો આ તમારી બીજી દીકરી છે તો તમે સંતતિ નિયમન ઓપરેશનનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. અને સાથે જ એફિડેવિટ પણ જમા કરાવવું પડશે.

વ્હાલી દીકરી યોજના નું ફોર્મ

1. ગ્રામ્ય સ્તરે “સંકલિત બાળ વિકાસ યોજના” (ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી યોજના ફોર્મ ફ્રી માં મળશે, ગ્રામ પંચાયત પાસેથી પણ વિનામૂલ્યે ફોર્મ મેળવી શકાશે.

2. તાલુકા સ્તરે “સંકલિત બાળ વિકાસ યોજના” (ICDS) અધિકારીની કચેરી ખાતેથી યોજના ફોર્મ ફ્રી માં મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે યોજના ફોર્મ મફત મળશે.

આ યોજના માટે અરજીથી લઈને સહાય ચુકવણી માટે ઓનલાઈન સોફ્ટવેર બનાવાશે. અને ૧૫ દિવસની સમય મર્યાદામાં મહિલા અને બાળ અધિકારીને અરજી મંજૂર કે નામંજૂર કરવાના અધિકારો સોંપાયા છે. વહિવટી પ્રશ્ન ઉપસ્થિત થાય તો કમિશનર દ્વારા નિર્ણય લેવાશે. એવું સંયુક્ત સચિવ, મહિલા અને બાળ કલ્યાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Form નીચે આપેલ લીંક પરથી Download કરી શકાશે.

Vahali Dikri Yojana Form PDF Download

આ પણ વાંચો:

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના | અરજી પત્રક | લાભો, પાત્રતા અને હેતુ

કેન્દ્ર સરકાર આપી રહી છે 500 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી

PMJAY: આયુષ્માન ભારત યોજના, લાભો, ઓનલાઇન અરજી કરો

કેન્દ્ર સરકારની આ નવી યોજનામાંથી તમને દર મહિને રૂપિયા 21000 મળશે, જાણો કેવી રીતે 


બ્લૂ કલરમાં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ એકતા ન્યૂઝ Google News સાથે. અમારું ફેસબુક પેજલાઈક કરો અને ફોન પર અપડેટસ મેળવતા રહો. ટેલિગ્રામ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને જોડાવ Telegram.

Share What You Think About This Deal!
ટિપ્પણી પોસ્ટ કરો