ભોજન પછી હલન-ચલન કરવાના ફાયદા, જાણો કેટલો સમય ચાલવું

ઘણા લોકોને જમ્યા પછી સુવાની આદત હોય છે પણ આવું કરવાથી શરીરને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફિટ અને તંદુરસ્ત રહેવા માટે સાદું અને હેલ્ધી ભોજન ની સાથે ખોરાકને પચાવવો પણ જરૂરી છે માટે જમ્યા પછી હલન-ચલન કરવું જોઈએ. હલન-ચલન કરવાથી પાચનશક્તિ મજબૂત અને શરીરને સારી રીતે કામ કરવાની શક્તિ મળે છે. એવામાં દરરોજ ચાલવાથી વજન પણ કંટ્રોલ રહેશે બીમાર પણ નહિ પડો. તો આ લેખમાં અમે તમને જણાવશું હલન-ચલન કરવાના ફાયદાઓ વિષે...

pc. pixabay

1. પાચનશક્તિ મજબૂત થશે

- જમ્યા પછી 15-20 મિનિટ હલન-ચલન કરવું જોઈએ એનાથી ભોજન સારી રીતે પચશે અને પાચનક્રિયા પણ મજબૂત રહેશે.

2. પેટની સમસ્યાઓમાં રાહત 

- દરરોજ હલન-ચલન કરવાથી શરીર ની પાચનક્રિયા મજબૂત થાય છે અને જે લોકો ને ગેસ, એસીડીટી, કબજિયાત જેવી સમસ્યા હોય તેમાં રાહત મળે છે.

ભોજન પછી હલન-ચલન કરવાના ફાયદા, જાણો કેટલો સમય ચાલવું

pc.flickr

3. લોહીનું પરિભ્રમણ સુધરશે 

- હલન-ચલન કરવાથી શરીરની માસ પેશીઓ અને હાડકાઓ મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રણ પણ સારી રીતે થાય છે. જેનાથી શરીરના અંગો ને સારી રીતે કામ કરવાની શક્તિ મળે છે.

4. ડાયાબિટીસ કંટ્રોલ થાય 

- જે લોકો ડાયાબિટીસ ના શિકાર હોય તેવા લોકો હલન-ચલન ભોજન કર્યાના થોડા સમય પછી કરશે તો તેમનું શુગર લેવલ કંટ્રોલ થશે જે ફાયદાકારક છે.

5. વજન ઘટશે 

- ભોજન કર્યા પછી લગભગ 20 થી 25 મિનિટ ચાલવું જોઈએ જેનાથી વજન ઓછો થશે.

6. તણાવ દૂર થશે

- આજની લાઈફમાં લોકોના જીવનમાં ટેંશન ચિંતા ઘણી બધી હોય છે. જેના કારણે નીંદર આવતી નથી. તો એવા લોકો ભોજન કર્યા પછી હલન-ચલન કરે તો શરીર સારી રીતે કામ કરશે અને તણાવ પણ ઘટશે.

7. કેટલો સમય ચાલવું

- ભોજન કર્યા પછી 20 થી 25 મિનિટ હલન-ચલન કરવું જોઈએ આ સમય ને તમે વધારી પણ શકો પણ ધ્યાન રાખો જમ્યા પછી 1 કલાક ની અંદર જ ચાલવું. છત પર પણ ચાલી શકો. ભોજન કર્યા પછી ધીમીગતિ થી જ ચાલવું ઝડપથી ચાલવામાં પેટ ખરાબ થઇ શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads