ગુજરાત રાજ્ય ની પ્રથમ હરતી ફરતી ડીજીટલ શાળા શિક્ષણ રથ બનાવી ખેતરોમાં ભણાવવાજાય છે

ગુજરાત રાજ્ય ની પ્રથમ હરતી ફરતી ડીજીટલ શાળા શિક્ષણ રથ બનાવી ખેતરોમાં ભણાવવાજાય છે

ભુજ માંડવી તાલુકાના હુન્દ્રાઈબાગ વિસ્તાર શાળામાં દીપકભાઈ નામના એક સજ્જન વ્યક્તિ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોરાનાની આ મહામારી સતત વધી રહી છે. બીજી બાજુ કોરાનાની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તેની વચ્ચે રાજ્યોમાં છ મહિના કરતા વધુ સમયથી તમામ સ્કૂલો, શાળાઓ અને કોલેજો બંધ હોવાથી બાળકો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.

બીજી તરફ ઓનલાઇન શિક્ષણ બાબતે ફીનો મુદ્દો, તો ઓનલાઇન શિક્ષણ બાબત પ્રશ્નોના મુદ્દાઓ મૂંઝવી રહ્યા છે. ત્યારે એક એવા શિક્ષણની વાત કરીએ જે કોઈપણ લોભ-લાલચ વગર બાળકોને નિસ્વાર્થ પણે અભ્યાસ કરાવી રહ્યા છે અને એ પણ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં ચોમાસાની ઋતુને કારણે વીજળી, મોબાઇલને જેવા સાધનોનો અભાવ હોય તેવી કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી શકાય તે બાબતે દીપકભાઈ  ચિંતિંત હતા. સાથે ઓનલાઇન શિક્ષણ નું પરિણામ પણ મળવું જોઈએ એટલું પરિણામ મળતું ન હતું આ દરમિયાન બાળકોના શિક્ષણ સ્તર ઉચ્ચ લાવવા પોતેજ તેનો હલ શોધી કાઢ્યો છે.

પોતે તેમની અલ્ટો કાર એક ડિજિટલ શાળા બનાવી. કાર ડીકીમાં ૪૨ ઇંચ નું એલઇડી ટીવી ગોઠવ્યું તેને ચલાવવા માટે પુરતા સાધનો જોડી નેટ કનેક્ટ કરી અને એક હરતી ફરતી ડિજિટલ શાળા તૈયાર કરી દીધી અને આ શાળાને 'શિક્ષણ રથ' નામ આપ્યું છે.

આ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે આવી હરતી ફરતી  ડિજિટલ શાળા બનાવી. જે કેવલ ગુજરાતમાં નહીં પણ કદાચ આખા ભારતમાં નહીં હોય. અંતરિયાળ નાના ગામડાની સરકારી શાળાના એક શિક્ષકે આવું ઉમદા કાર્ય કરીને મા સરસ્વતીની સાચી આરાધના કરી છે. કે જે ગામડાઓમાં વીજળી મોબાઈલ કશું જ ન હોય તો પણ વિદ્યાર્થીઓને અભ્યાસ બગડે નહિ તે હિત માટે આ ડિજિટલ શાળા શરૂ કરેલી છે.

દીપકભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે, જેને કામ કરવું છે એ ફરીયાદો કરવામાં સમય વેડફવાને બદલે કામ કરવાનાં રસ્તાઓ શોધી લે છે. દીપકભાઈને વિદ્યાર્થીઓના હિતમાં આવું ઉમદા કામગીરી બદલ ખુબ શુભેચ્છા.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads