જો તમારા Aadhaar કાર્ડ પર લાગેલો ફોટો તમને પસંદ નથી, તો કરો અપડેટ એક જ મિનિટમાં.!

જો તમારા Aadhaar કાર્ડ પર લાગેલો ફોટો તમને પસંદ નથી, તો કરો અપડેટ એક જમિનિટમાં.!

હાલ આધારકાર્ડ નું નવું અપડેટ વર્ઝન આધારકાર્ડ પીવીસી વધારે સિક્યુરિટી સાથે આવી રહ્યું છે. જે આધાર કાર્ડ ખૂબજ મહત્વપૂર્ણ અને ફરજિયાત સરકારી દસ્તાવેજ છે. તેમાં તમારી સંપૂર્ણ જાણકારી હોય છે અને તેમાં ૧૨ અંકનો એક યુનિક કોડ પણ આપવામાં આવેલો છે. જેનો ઉપયોગ ઓળખપત્ર અને ફોટો ઓળખપત્ર તરીકે કરવામાં આવે છે.

કોઇપણ સરકારી યોજના, કે મોટી ખરીદી અને સબસિડીનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. હાલમાં હવે તો પાન કાર્ડને પણ આધાર સાથે લીંક કરવું જરૂરી થઇ ગયું છે. આધાર કાર્ડ પર તમારો ફોટો, તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, તેમજ ઘરનું એડ્રેસ, તમાઈ જન્મ તારીખ સહિત ઘણી જાણકારીઓ હોય છે અને એ બધી માહિતી સરળતાથી અપડેટ્સ કરી શકો છે.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો કે ઘરનું સરનામું ઘરેબેઠા અપડેટ કરી શકો છો. પરંતુ જો તમે આધારમાં તમારો ફોટો ખરાબ થઇ જવો કે જંખો પડી ગયો હોય તો તેને અપડેટ કરાવવામાં માંગો છો તો તે પણ શક્ય છે. જોકે આ કામ ઘરેબેઠા સંભવ નથી. તેના માટે તમારે તમારા નજીકના એનરોલમેંટ સેન્ટર જવું પડશે.

આપેલા સ્ટેપ ફોલો કરી આધારમાં તમારો ફોટો બદલી શકો છો

  • UIDAI ની મેઇન વેબસાઇટ દ્વારા એનરોલમેંટ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને કાળજીપૂર્વક ભરો.
  • આધાર સેન્ટરમા એક્ઝિક્યૂટિવને ફોર્મ આપી તમારું બાયોમેટ્રિક વિવરણ ઉપલબ્ધ કરાવો.
  • આધાર સેંટરમાં એક્ઝિક્યૂટિવ ને તમારો નવો ફોટો આપવાનો રહેશે.
  • આ ઉપરાંત તમારે નોર્મલ ચાર્જ તરીકે 25 + GST આપવા પડશે.
  • ત્યારબાદ તમને એક પાવતી મળશે, જેમાં URN નંબર દર્શાવેલ હશે જે URN નંબરની મદદથી તમે અપડેટની સ્થિતિ ચેક કરી શકો છો.
  • બીજી રીતે પણ તમે UIDAI ના સ્થાનિક ઓફિસને એક પત્ર લખીને પણ તમારો ફોટો અપડેટ કરવા માટે અરજી કરી શકો છો. તમે અરજી કરો તો તમારે નવો ફોટો અને આધાર કાર્ડની કોપી પણ સાથે મોકલવી પડશે.
  • ત્યાર બાદ તમારા એડ્રેસ પર ૧૨ થી ૧૮ દિવસમાં નવું અપડેટ કરેલું આધાર કાર્ડ મોકલી દેવામાં આવશે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads