ઈનકમ ટેક્સે ચૂકવ્યું રૂ.1.26 લાખ કરોડનું રિફંડ, જાણો અહી તમને મળ્યું કે નહીં

ઈનકમ ટેક્સે ચૂકવ્યું રૂ.1.26  લાખ કરોડનું રિફંડ, જાણો અહી તમને મળ્યું કે નહીં

ચાલુ નાણા વર્ષમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે,અત્યાર સુધી ટેક્સ રિફંડનો આ આંકડો 27 ઓક્ટોબર 2020 સુધીનો છે. વિભાગે 1 એપ્રિલથી 15 સપ્ટેમ્બરની વચ્ચે 30 લાખથી વધારે કરદાતાઓને 1.06 લાખ કરોડ રુપિયાનું ટેક્સ રિફન્ડ જારી કર્યું છે. આમાં 29.17 લાખ ટેક્સપેયર્સને 31,741 કરોડ રુપિયાના વ્યક્તિગત ઈનકમ ટેક્સ રિફંડ અને 1.74 લાખ કરદાતાઓને 74, 729 કરોડ કોર્પોરેટ ટેક્સ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ટેક્સ બોર્ડે જણાવ્યું કે તેમણે 30. 92 લાખથી વધારે કરદાતાઓને 1 એપ્રિલ 2020થી15 સપ્ટેમ્બર 2020 સુધી 106470 કરોડ રુપિયાથી વધારે રિફંડ જારી કર્યું છે.  ITR દાખલ કરનારાન ટેવોને જ રિફંડ મળે છે.

અત્યાર સુધીમાં 39 લાખ ટેક્સપેયર્સને 1.26 લાખ કરોડનો ટેક્સ રિફન્ડ જારી કર્યુ છે.

નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના કાર્યાલય તરફથી ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે, કુલ ટેક્સ રિફંડમાં વ્યક્તિગત ઈનકમ ટેક્સ રિફન્ડ 34,532 કરોડ અને કોર્પોરેટ ટેક્સ રિફંડ 92, 376 કરોડ રુપિયા છે. વધુમાં વિભાગે જણાવ્યું કે 39. 14 લાખ ટેક્સપેયર્સને 1,26,909 કરોડ રુપિયાનો ટેક્સ રિફંડ કરવામાં આવ્યો છે.ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નાણા વર્ષ 2020-21માં અત્યાર સુધીમાં 39 લાખ ટેક્સપેયર્સને 1.26 લાખ કરોડનો ટેક્સ રિફન્ડ જારી કર્યુ છે. 

ટેક્સ  રિફંડનો આ આંકડો 27 ઓક્ટોબર 2020 સુધીનો છે જે 30 લાખથી વધારે કરદાતાઓને 1.06 લાખ કરોડ રુપિયાનું ટેક્સ રિફન્ડ જારી કરાયું છે.

અહી સરળ રીતે જાણો તમને રિફંડ મળ્યું કે નહીં

  • સૌપ્રથમ ઈનકમ ટેક્સ ઈ ફાઈલિંગ વેબસાઈટ પર જઈને પોતાનું પોર્ટલ લોગઈન કરો. આ માટે પેન નંબર, ઈ-ફાઈલિંગ પાસવર્ડ અને કેપ્ચા  દાખલ કરવો પડશે.
  • પોર્ટલ પ્રોફાઈલ ખુલ્યા બાદ તમારે ‘View returns/forms’ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ડ્રોપ ડાઉન મેન્યૂમાંથી ‘Income Text Returns’ ક્લિક કરી સબમિટ કરો. હાઈપર લિંક એકનોલેજમેન્ટ નંબર પર ક્લિક કર્યા બાદ એક નવી સ્ક્રિન ખુલશે.
  • આ સ્ક્રિન પર તમને ફાઈલિંગની ટાઈમ લાઈન, પ્રોસેસિંગ ટેક્સ રિટર્ન વિશે જાણકારી મળશે. 
  • આમાં ફાઈલિંગની તારીખ, રિટર્ન વેરિફાઈ કરવાની તારીખ, પ્રોસેસિંગની પુરી થવાની તારીખ,રિફંડ  જારી કર્યાની તારીખ અને પેમેન્ટ રિફંડની જાણકારી હશે.
  • જો તમે ટેક્સ રિફંડમાં ફેલ થઈ જાવ છો તો આ સ્ક્રીન પર તેનું કારણ જણાવવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads