લોન ધારકોને રાહત, ૨ કરોડ સુધીની લોન પર વ્યાજ નું વ્યાજ માફ..!

લોન ધારકોને રાહત, ૨ કરોડ સુધીની લોન પર વ્યાજ નું વ્યાજ માફ..!

કોરોના સમયમાં બેંકના હપ્તા ન ભરી શકતા લોનધારકોને સરકારી કર્મચારીઓ પછી મોદી સરકારે હવે કરોડો લોન ધારકોને દિવાળી ભેટ આપી છે.કેન્દ્ર સરકારે લોન મોરેટોરીયમના તો એમના સમયના વ્યાજ પર વ્યાજની ચુકવણી વળી સ્કીમને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે મોડી રાતે બે કરોડ રૂપિયા સુધીની લોન માટે વ્યાજ નું વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી છે. 

આ સ્કીમનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે નાણા મંત્રાલય શનિવારે તેની માર્ગદર્શીકા જાહેર કરી દીધી છે.જે મુજબ ચક્રવતી વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતને ચુકવણી કેન્દ્ર સરકાર કરશે.વ્યાજનું વ્યાજ મુદ્દે અગાઉની ચૂંટણીમાં ન્યાયાધીશ અશોક ભૂષણ ની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે લોન ધારકો માટે કંઈક નક્કર પગલા લેવા જોઈએ.

રૂપિયા બે કરોડ સુધીના નું ધારકોને લાભ આપવો જોઇએ કોઇ.લોકોની દિવાળી સુધારવી એ હવે તમારા હાથમાં છે. કોર્ટે આ સમયે કેન્દ્ર અને બેન્કોને કહ્યું કે સામાન્ય માણસની દિવાળી હવે તમારા હાથમાં છે.

કોને કોને લાભ મળશે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ આ સ્કીમનો લાભ એમ.એસ.એમ.ઈ લોન, શિક્ષણ લોન, હાઉસિંગ લોન, કનજ્યુમર લોન, ક્રેડિટ કાર્ડની બાકી ચુકવણી, ઓટો લોન, પ્રોફેશનલ અને પર્સનલ લોન અને વપરાશ લેનારાઓને આ સ્કીમનો લાભ મળશે.

કોરોનાકાળ આરબીઆઇએ લોન ધારકોને ૧લી માર્ચ થી 31 ઓગસ્ટ 2020 સુધી લોન મોરેટોરિયમ એટલે કે માસિક સાપ્તા ની ચુકવણી નહીં કરવા રાહત આપી હતી. જેથી લોન મોરેતોરિયમના સમયમાં માસિક ચૂકવણી કરી હોય કે ન કરી હોય તેમને આ સ્કીમ હેઠળ વ્યાજના વ્યાજમાંથી માફીનો લાભ મળશે. આમ વ્યાજની ચુકવણી નો બોજ કેન્દ્ર સરકાર ઊઠાવશે અને કેન્દ્ર પર તેનો અંદાજ ૬,૫૦૦ કરોડનો બોજ પડશે.

વ્યાજ નું વ્યાજ નો મામલો શું છે?

કોરોના કાળમાં લોકડાઉન કારણે દેશનું સમગ્ર અર્થતંત્ર ખોરવાય ગયું હોવાથી લોકોને લોનના માસિક હપ્તા ની ચુકવણી માંથી રાહત આપવા માટે આરબીઆઇ એ 27 માર્ચ 2020 ના રોજ લોન ધારકોને ત્રણ મહિના માટે માસિક હપ્તા ચૂકવવામાં રાહત આપી હતી. જેને પાછળથી વધુ ત્રણ મહિના લંબાવવામાં આવી છે.

આમ લોકોને છ મહિના માટે લોન ના માસિક આવતા ચૂકવવામાંથી રાહત મળી હતી જોકે આ સમયે લોન ધારકો દ્વારા છ મહિના પછીના સમયમાં બેન્કો દ્વારા માસિક હપ્તા પર વ્યાજનું વ્યાજ વસૂલ કરવામાં આવશે તેવી ભીતિ વ્યક્ત કરાઇ હતી કેન્દ્રની માનસિકત હપ્તા ચૂકવણીમાં વિલંબનો વ્યાજ માંથી લાભ મળે તે માટે વ્યાજના વ્યાજ માંથી મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads