કોરોના : ચેતજો શિયાળો આવે છે, કફ, સોજો, હરસ, કબજીયાત,ચામડીના રોગ અટકાવવા માટે આ રહિયો વનસ્પતિ ઉપચાર !

પહેલા જમાનામાં ક્યાં દવા ને હોસ્પિટલો હતી,અને આજે ?અહી વાત છે "દરેક દર્દનો એક ઈલાજ".

કોરોના : ચેતજો શિયાળો આવે છે, કફ, સોજો, હરસ, કબજીયાત,ચામડીના રોગ અટકાવવા માટે આ રહિયો વનસ્પતિ ઉપચાર
અરણી વૃક્ષ (Arani Tree)

વાત છે અરણીનાં વૃક્ષની તે ૧૨ થી ૧૫ ફુટ ઉંચાં થાય છે જેને અતી સુગંધીત ફુલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નીદીપક-જઠરાગ્નીને પ્રદીપ્ત કરનારી છે. એ વાયુ, સળેખમ, કફ થવો, સોજો આવવો, હરસ થઈ જવા , આમવાત, મેદ વધવું, કબજીયાત થાય અને પાંડુરોગ જેવા રોગોને સંપૂર્ણ નાશ કરે છે. તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમ-ચીકાશનો નાશ કરે છે.


અરણીનાં પાન થોડા મસળવાથી સહેજ ચીકાશવાળો લીલા રંગનો રસ નીકળે છે. આ રસનો સ્વાદ તમતમતો (તીખાશ પડતો) સહેજ ખારો અને કડવાસ જેવો હોય છે. અરણીની છાલ થોડી ધોળાશ પડતી ફીક્કી ભુખરા રંગની હોય છે. તેને વધુ કારતક-માગસર મહિનામાં ધોળાં સુંદર મીઠી સુગંધીદાર ફૂલ આવે છે. તેનાં ફળ નાનાં, લીસાં અને ચળકતાં હોય છે. ઔષધમાં અરણીનાં પાન અને મુળ વપરાય છે.

અરણીના પાનનો ફાયદો


અરણી પાનના ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણ જ્વર વગેરે રોગોમાં ફાયદા કારક છે.
  • એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે.
  • ઘણા પ્રકારના ચામડીના રોગો મટે છે.
  • અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ મટે છે.
  • ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. -પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે છે
  • અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે.
  • આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે.
  • અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી શરીરનાં સોજા મટે છે.
  • અરણીનાં મુળ પાણીમાં વાટી મોં પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યંગ કહે છે.)
  • અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.
  • સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે.


આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads