બે કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ સરકાર માફ કરશે

બે કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ સરકાર માફ કરશે

૧ માર્ચથી ૩૧ ઓગસ્ટ સુધીના મોરોટોરિયમ પિરિયડમાં સ્થગિત કરાયેલા ઇએમઆઇ પર વ્યાજ પર વ્યાજ માફ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલુ એફિડેવિટ

કોરોના સમયગાળા દરમિયાન કમાણી ગૂમાવનારા અને લોન લેનારાઓની સામે મોટો પ્રશ્ન એ છે કે તેઓ તેમના ઘર, કારની ઇએમઆઈ કેવી રીતે ભરી શકશે, અને બીજું મોટું સંકટ લોન મોરેટોરીયમના ચક્રવૃદ્વિ વ્યાજ વિશે છે. પરંતુ હવે સરકારે તેમની મુશ્કેલી હળવી કરી દીધી છે.

વ્યકિતગત લોનધારકો, મધ્ય અને નાના ઉદ્યોગોને રાહત આપતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે કોરોના મહામારીને કારણે જાહેર કરવામાં આવેલા ૬ મહિનાના મોરોટોરિયમ પિરિયડ દરમિયાન બે કરોડ રૂપિયા સુધીની લોન પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પર વ્યાજ) માફ કરવા સંમત છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોેર્ટને જણાવ્યું છે કે તે આ સંબધમાં ગ્રાન્ટ જારી કરવા માટે સંસદની મંજૂરી માગશે. આ ગ્રાન્ટ સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ એમએસએમઇને આપવામાં આવેલ ૩.૭ લાખ કરોડ રૃપિયા અને હોમ લોન માટે આપવામાં આવેલ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાથી અલગ રહેશે.

એફિડેવિટ પ્રમાણે કોને મળશે લાભ

ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે લોન મોરેટોરિયમના સમયગાળા દરમિયાન (ચક્રવૃદ્ધિ વ્યાજ) વ્યાજ પર વ્યાજના સંબધમાં ખાસ શ્રેણીઓમાં તમામ લોનધારકોને રાહત મળશે પછી ભલે તેમણે લોન મોરેટોરિયમનો લાભ લીધો હોય કે ન હોય.

એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે નિર્ણય લીધો છે કે છ મહિનાના લોન મોરેટોરિયમના સમયગાળા દરમિયાન કંપાઉન્ડ ઇન્ટરેસ્ટની માફી લોનધારકોની સૌથી નબળી શ્રેણી સુધી સીમિત રહેશે.

લોનધારકોની આ શ્રેણી હેઠળ બે કરોડ રૃપિયા સુધીની એમએસએમઇ લોન અને પર્સનલ લોન પર વ્યાજ ઉપરનું વ્યાજ માફ કરવામાં આવશે. સરકારે લોનની આઠ કેટેગરી રાખી છે. જેમાં એમએસએમઇ(માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ), શિક્ષણ, હાઉસિંગ, કન્ઝ્યુમર ડયુરેબલ, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, ઓટો, પર્સનલ અને કન્ઝમશનનો સમાવેશ થાય છે.

એફિડેવિટ પ્રમાણે કોને નહિ મળે લાભ

સરકારે વધુમાં જણાવ્યું છે કે જે વ્યકિત કે કંપનીની લોનની રકમ બે કરોડ રૃપિયાથી વધારે છે તેને લોન પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ એફિડેવિટ એ અરજીઓના સંબધમાં દાખલ કર્યુ છે જે આરબીઆઇના ૨૭ માર્ચના સર્ક્યુલર સાથે સંબધિત છે. આ સર્ક્યુલરમાં લોન આપતી સંસ્થાએોને કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે ૧ માર્ચ, ૨૦૨૦થી ૩૧ મે, ૨૦૨૦ સુધીની ટર્મ લોનના ઇએમઆઇની ચુકવણી પર મોરેટોરિયમની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ મોરેટોરિયમની મુદ્દત ૩૧ મે, ૨૦૨૦થી વધારી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ કરવામાં આવી હતી.

આ અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં લોનધારકો પાસેથી વ્યાજ પર વ્યાજ લેવું યોગ્ય નથી. જેના પગલે કેન્દ્ર સરકારે ૨૮ સપ્ટેમ્બર સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીના કારણે ગ્રાહકોને લોન મોરેટોરિયમ દરમિયાન સ્થગિત ઇએમઆઇના વ્યાજ પર વ્યાજ વસૂલ કરવા અંગે અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને બે થી ત્રણ દિવસમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે.

આ લોનધારકોને રાહત મળશે

એમએસએમઇ 2 કરોડ સુધીની લોન આપે છે

  • 2 કરોડ સુધીની એજ્યુકેશન લોન
  • 2 કરોડ સુધીની હોમ લોન
  • 2 કરોડ સુધીની ઓટો લોન
  • કન્ઝયુમર ડ્યુરેબલ્સ 2 કરોડ સુધીની લોન
  • 2 કરોડ સુધીનું ક્રેડિટ કાર્ડ બાકી છે
  • 2 કરોડ સુધીની વ્યક્તિગત, વ્યાવસાયિક લોન
  • 2 કરોડ સુધીની છૂટ લોન

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેઓ કોઈ નક્કર યોજના લઈને કોર્ટમાં આવે. આ કેસ વારંવાર ટાળવામાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 31 ઓગસ્ટ સુધી ચુકવણી નહીં કરાયેલી લોનને એનપીએ જાહેર ન કરવી જોઇએ.

આપને જણાવી દઈએ કે કોરોના અને લોકડાઉનને કારણે આરબીઆઈએ માર્ચ મહિનામાં લોન લેનારાઓને ત્રણ મહિના માટે મુદત અથવા લોન ઇએમઆઈ મુલતવી રાખવાની સુવિધા આપી હતી. બાદમાં તે 31 ઓગસ્ટ સુધી ત્રણ મહિના માટે મોરેટોરિયમ વધારવામાં આવ્યું. આરબીઆઈએ કહ્યું હતું કે જો 6 મહિના સુધી લોનની હપ્તાની ચુકવણી કરવામાં નહીં આવે તો તેને ડિફોલ્ટ માનવામાં આવશે નહીં. જો કે, મુક્તિ પછી, બાકી ચૂકવણી પર ચક્રવૃદ્વિ વ્યાજ ચૂકવવું પડશે. કેટલાક ગ્રાહકો દ્વારા આ બાબતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. તેમની દલીલ છે કે મોરટોરિયમમાં વ્યાજ મુક્તિ હોવી જોઈએ, કારણ કે વ્યાજ પર વ્યાજ વસૂલવું ખોટું છે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads