બ્રેકઅપ બાદ લોકો કરે છે આ ૭ અજીબો ગરીબ હરકતો, તમે આવું તો નથી કર્યું ને?

બ્રેકઅપ બાદ લોકો કરે છે આ ૭ અજીબો ગરીબ હરકતો, તમે આવું તો નથી કર્યું ને?

પ્રેમની શરૂઆતનો અહેસાસ ખૂબ જ સુંદર અને સુખમય હોય છે. પરંતુ આગળનું એટલેકે ભવિષ્ય વિષે કોઈ વિચારતું નથી. પહેલા પ્રેમમાં વધારે ઇનવોલ્વ થઈ જાય અને પછી કોઈ કારણને લીધે જ્યારે બ્રેકઅપ થાય છે તો વ્યક્તિ તૂટી જાય છે. જેથી તેના ભવિષ્ય પર પણ ખરાબ અસર પડે છે. બ્રેકઅપનું દર્દ દરેક વ્યક્તિને થાય છે. આ દર્દમાંથી ઘણી વાર બહાર ના નીકળી શકાય તો તે તમારા ભવિષ્ય માટે જોખમ સાબિત થઈ શકે. 

બ્રેકઅપ માંથી નીકળવાની સૌથી સરળ રીત 

તમે પોતાના ભવિષ્ય વિશે વિચારો. બ્રેકઅપ માંથી પસાર થયા બાદ ઘણી વખત તમે પોતાના બ્રેકઅપને બ્લર્ડ કરી નાખો છો. જે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. પોતાના બ્રેકઅપ માંથી બહાર નીકળવું હોય તો પોતાના સપનાઓ વિશે વિચારવું જોઈએ. જે તમારા ભવિષ્યને વધુ સારું બનાવી શકે. વળી આજકાલના યુવાનોનાં સપના મોટા હોય છે. બ્રેકઅપ બાદ સ્વીકારનો ભાવ હોવો ખુબ જરૂરી છે. 

અહી જાણો બ્રેકઅપ માંથી નીકળવા માટે લોકો કેવી કેવી અજીબો-ગરીબ હરકત કરે છે.

(1) સ્વીકારનો ભાવ ન આવવો :

 લોકો માનવા માટે તૈયાર હોતા નથી કે તેમનું બ્રેક-અપ થઈ ગયું છે જેથી બ્રેકઅપનું દર્દ વધતું જાય છે .સાબિતી માટે પોતાના મિત્રોની સાથે અમુક ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આવું કરવું પણ અજીબો ગરીબ હરકત કહેવામાં આવે છે.

(2) પાર્ટનર વિશે નકામી વાતો : 

જ્યારે બ્રેકઅપ બાદ લોકો દર્દને ભુલાવવા માટે પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે પણ પોતાની એક્સ વિશે વાતો કરતા રહે છે અને ઘણી વખત અમુક વાતોને યાદ કરીને રડવા લાગે છે.

(3) પોતાની મિત્રને  જોવાની ઈચ્છા રાખવી : 

સંબંધ તૂટી ગયા બાદ પણ અમુક લોકો તે જગ્યા પર વધારે જાય છે, જ્યાં તેમની એક્સનાં મળવાની સંભાવના વધારે રહેલી હોય. તે દર્શાવે છે કે બ્રેકઅપ બાદ પણ લોકો પોતાના એક્સને જોવાની ઈચ્છા રાખતા હોય છે.

(4) લવ ગુરુ બનવું :

 બ્રેક-અપ થઈ ગયા બાદ લોકો લવ ગુરુ બની જતા હોય છે. તેઓ પોતાની કહાની પોતાના મિત્રોને કહે છે અને અવારનવાર રિલેશનશિપ જેવા ટોપિક પર લેક્ચર આપતા રહે છે અને બોયફ્રેન્ડ તથા ગર્લફ્રેન્ડ વાળા ટોપિક પર અવારનવાર જ્ઞાન આપતા રહે છે.

(5) પોતાની ફ્રેન્ડ્સના ફોટો ડિલીટ કરવા :

 સંબંધ તૂટી ગયા બાદ લોકો પોતાની એક્સનાં ફોટોને એક-એક કરીને ડીલીટ કરતા હોય છે. આવું કરવાથી તેઓ સમજે છે કે તેમનું દિલ હળવું થઈ જશે, પરંતુ તે ફક્ત પોતાના મનને દિલાસો આપવાની વાત છે.

(6) એક્સને ફોલો કરવું : 

બ્રેકઅપ બાદ પણ લોકો પોતાની એક્સને ભૂલતા નથી અને તેમના પર નજર રાખે છે, પછી તે સોશિયલ મીડિયા એકાઉન્ટ ના માધ્યમથી જ કેમ ના હોય. ઘણી વખત લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચેક કરતા રહે છે કે તેમની એક્સ ક્યારે ઓનલાઇન આવે છે અથવા તેમની સોશ્યલ એકાઉન્ટ એક્ટિવિટી પણ ચેક કરતા રહે છે.

(7) ડ્રિંક કરવું : 

મોટાભાગે તે સમસ્યા આવે છે કે બ્રેકઅપ માંથી બહાર નીકળવા માટે લોકો ડ્રિંક કરવા લાગે છે. ડ્રિંક કરીને તેઓ પોતાની અંદર રહેલો બધો જ ગુસ્સો બહાર કાઢે છે.જે સૌથી વધારે હાનિકારક છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads