ઈતિહાસમાં 200 વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ફરીથી શરૂ, લૉકડાઉનમાં બંધ થયેલું

ઈતિહાસમાં 200 વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ફરીથી શરૂ, લૉકડાઉનમાં બંધ થયેલું

સૌરાષ્ટ્રમા રાજકોટની નજીક આવેલ વીરપુર સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમિમાં 200 વર્ષથી ચાલતું સદાવ્રત અન્નક્ષેત્ર ભાવિકો માટે શરૂ જાહેર કરાયેલા લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલુ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ આજથી ફરી શરુ કરવામાં આવ્યું છે.

હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેના કારણે લોક ડાઉન પણ થયું હતું. જેના કારણે 200 વર્ષથી ચાલતું સદાવ્રત બંધ ક્રરવાનો વારો આવ્યો હતો. માટે અન્નક્ષેત્ર બંધ હતું 

વિશ્વમાં જયારે સંત જલારામ બાપાનું નામ એટલે તેના દ્વારા ચાલતું સદાવ્રત સામે આવી જાય છે, પૂજ્ય સંત શ્રી જલારામ બાપનો મંત્ર જ "દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ" હતો. સંત શિરોમણી જલારામ બાપા દ્વારા અહીંનું સદાવ્રત આજથી 200 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ હતું અને તે અવરિત પણે ચાલ્યું આવે છે.

કોરોના મહામારીનાને ધ્યાનમાં લઇને રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે રાજ્યમાં મંદિરો ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ધીરે-ધીરે અનલોકમાં છૂટછાટ સાથે મંદિરો પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.

જલારામ ધામનું અન્નક્ષેત્ર કોરોનાકાળમાં તમામ ભાવિકો માટે બંધ કરાયેલ હવે 239 દિવસ બાદ શરુ કરવામાં આવ્યું છે. અંદાજે 200 વર્ષથી સતત ચાલતું સદાવ્રત અન્નક્ષેત્ર ભાવિકો માટે શરુ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં 239 દિવસ બાદ સામાજીક અંતર સાથે આજથી ભાવિકો માટે અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે.જો કે સાધુ, દિવ્યાંગો માટે કોરોના કાળમાં પણ અન્નક્ષેત્ર ચાલુ હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads