ધનતેરસ અને દિવાળી પહેલા સોનું ખરીદનારાઓ માટે મોટી ખબર, સરકાર આપી રહી છે આ લાભ

ધનતેરસ અને દિવાળી પહેલા સોનું ખરીદનારાઓ માટે મોટી ખબર, સરકાર આપી રહી છે આ લાભ

સોનામાં રોકાણ કરીને કમાવવાની એક મોટી તક 

કોરોના મહામારી સાથે તહેવારો પણ ચાલી રહિયા છે, લગ્નની સીજન પણ આવશે તેવામાં મધ્યમ અને ગરીબ લોકો માટે જો દિવાળી અને  ધનતેરસ તહેવાર પહેલા જ, કેન્દ્ર સરકાર તમને સોનામાં રોકાણ કરીને કમાવવાની એક મોટી તક આપી રહી છે. 

શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21 ?

સરકારના સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21 સીરીજ VIIIનું સબ્સક્રિપ્શન 9 નવેમ્બર એટલે કે સોમવારથી શરૂ થઇ જશે રોકાણકારો પાસે 13 નવેમ્બર સુધી તેને સબ્સક્રાઇબ કરવાની તક મળશે. આ વખેતે આરબીઆઇએ ,સોનાનો ભાવ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યા છે. સાથે જ, ઓનલાઇન લાભ  લેવા અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરનારા લોકો માટે પ્રતિ ગ્રામે  50 રૂપિયાની  છૂટ પણ મળશે.

ડિજિટલ ચુકવણી કરનારાઓ માટે,વધુ લાભ મળશે 

12 ઓક્ટોબરે જારી કરાયેલા ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 5,051 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ડિજિટલ ચુકવણી કરનારાઓ માટે, કિંમત પ્રતિ ગ્રામ 5,127 રૂપિયા હશે. 999 શુદ્ધતા સોના માટે સરકારવતી આરબીઆઈ દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે. ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત સરેરાશ ક્લોજિંગ ભાવના આધારે આરબીઆઈએ ગોલ્ડ બોન્ડ હેઠળ સોનાની કિંમત નક્કી કરી છે.

દિવાળી : જો આ 12 વસ્તુઓ મહાલક્ષ્મી પૂજનમાં રાખશો, તો આંગણામાં ધન વરસશે

કેવી રીતે રોકાણ કરવું ગોલ્ડ બોન્ડમાં ?

ઓછામાં ઓછા 1 ગ્રામ સોનામાં સોવરેન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ કરી શકાય. અને વધુમાં વધુ 4 કિલોગ્રામ જેટલું સોનું વ્યક્તિગત રીતે રોકાણ કરી શકે. તેની પરિપક્વતા અવધિ 8 વર્ષ છે. રોકાણના પાંચમા વર્ષથી આ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ છે.આ ગોલ્ડ બોન્ડનું રોકાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેંજ  દ્વારા થઈ શકે છે. જેમાં નાની ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો દ્વારા રોકાણ કરવા માટે કોઈ વિકલ્પ નથી.

વાર્ષિક કેટલા ટકા વ્યાજનો લાભ મળે ?

રોકાણકારોને સોનાના બોન્ડમાં વાર્ષિક 2.5 % વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સૌથી અગત્યની બાબત એ  કે તમારે તેના સ્ટોરેજ ચિંતા કરવાની જરૂર નથી. તેને ડીમેટમાં રાખવા પર કોઈ જીએસટી પણ ચૂકવવાપાત્ર નથી. જો ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર કોઈ મૂડી લાભ થશે તો તેની પર છુટ મળશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads