ગંભીર અકસ્માત : દૂર સુધી બચાવો બચાવો ચીસો સંભળાય, સળગતી કારમાં 5 લોકોનું ભડથું..!

દૂર સુધી બચાવો બચાવો ચીસો સંભળાય, સળગતી કારમાં 5 લોકોનું ભડથું

કહેવાય છે ને કે " અતિને કોઈ ગતિ ના હોય ", આ વાક્ય પરથી બધાએ સમજવું જોઇયે કે આજ કાલ ભાગદોડ વાળી જિંદગી સાથે જડપી કામ, જડપી ટ્રાવેલિંગ જેવી દૈનિક ક્રિયા જડપી બની છે.

અહી મંગળવારે વહેલી સવારે યમુના એક્સપ્રેસ વે પર રોંગ સાઈડ પરથી આવતા ટેન્કરની સાથે અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી. રિપોર્ટ્સ અનુસાર કારમાં પાંચ લોકો સવાર હતા, તેમાં બાળકો પણ હતા. ટક્કર બાદ થોડીક જ વારમાં આગમાં ફેરવાતા તેમાં બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળી શક્યો નહીં.

બચાવો બચાવો ચીસો એ લોકોને હચમચાવી દીધા

અકસ્માત સમયે અમને બચાવો બચાવો યમુના એક્સપ્રેસ (Yamuna Expressway) પર મંગળવારે વહેલી સવારે આગનો ગોળો બનેલી કારમાં પાંચ લોકો જીવતા સળગી રહેલા લોકોએ ચીસો પાડતા ત્યાંથી પસાર થતાં લોકોને હચમચાવી દીધા. કેટલાક ડ્રાઇવરો (Drivers)એ કારમાં રહેલા પરિવારજનોને મદદનો હાથ લંબાવવા માંગતા હતા, પરંતુ કારમાં એટલી આગ લાગી હતી કે તેઓ કાંઈ કરી શક્યા નહીં.

રોંગ સાઇડથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી

ત્યાંથી પસાર થતા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે સળગતી કાર અમારી પાછળ હતી. અકસ્માતના થોડાંક સમય પહેલા જ અમને ઓવરટેક કરીને આગળ નીકળી હતી. જે ટ્રકે કારને ટક્કર મારી તે ત્યાંથી રોંગ સાઇડમાં આવી રહી હતી. તેની ડીઝલ ટેન્ક પણ લીક થઈ ગઈ હતી.

નજરે જોનારાઓ ઈચ્છતા પણ મદદ કરી શક્યા નહીં

આ દર્દનાક ઘટનાના અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કારમાં આગ લાગ્યા બાદ તેમણે અંદર ફસાયેલા બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેને કાઢી શક્યા નહીં. આખી કાર અચાનક આગનોગોળો બની ગઈ હતી. સળગી રહેલી કારમાં ત્રણથી ચાર લોકો ‘અમને બચાવો, બચાવો’ની ચીસો પાડી રહ્યા હતા.




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads