નિયમ: દરેક ગાડીમાં આ હોવું ફરજિયાત બનશે, સરકાર જલ્દી લાવી શકે છે આ નિયમ..!

નિયમ: દરેક ગાડીમાં આ હોવું ફરજિયાત બનશે, સરકાર જલ્દી લાવી શકે છે આ નિયમ

સરકાર ગાડીઓને લઈને લાવી રહી છે આ નવો નિયમ

આવનારા ટૂંક સમયમાં ભારતમાં વેચાતા વાહનો સેફ્ટી મામલે પહેલાં કરતા વધુ સારા અને મજબૂત બનશે. સરકાર ટૂંક સમયમાં બધાં વાહનો માટે ફ્રંટ સીટ પર પેસેન્જર સાઈડ એરબેગ ફરજિયાત કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ નિયમ મોંઘી અને સસ્તી બધી કારો માટે લાગુ થશે. તમને જણાવી દઈએ કે, 1 જુલાઇ 2019થી ભારતમાં વેચાતી તમામ કારો માટે ડાઇવર સાઇડ એરબેગ્સ ફરજિયાત છે.

સેફ્ટી મામલે ભારતમાં વેચાતા વાહનો પહેલાં કરતા વધુ સ્ટ્રોંગ બનશે

વ્હીકલ સ્ટાન્ડર્ડની સર્વોચ્ય ટેક્નીકલ કમિટીએ આ દરખાસ્તને આગળ ધપાવી દીધી છે અને સરકારે સલામતી ફીચર્સમાં કરાતા ફેરફારને ધ્યાનમાં રાખીને ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (એઆઈએસ)માં સુધારા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે દુનિયાભરમાં સામાન્ય સહમતિ છે કે ગાડીઓમાં મહત્તમ સલામતીની સુવિધાઓ હોવી જોઈએ, જેથી અકસ્માતમાં મુસાફરોનું જીવન સુરક્ષિત રહે.

મોંઘી અને સસ્તી બધી કારો માટે આ નિયમ લાગુ થશે

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખર્ચને કારણે વાહનોની સલામતી સુવિધાઓ પર કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. નવા નિયમો ક્યારે અમલમાં મૂકવા જોઈએ તેની સમયરેખા પર માર્ગ પરિવહન મંત્રાલય કામ કરી રહ્યું છે. સૂત્રો મુજબ આ માટે એક વર્ષનો સમય પૂરતો રહેશે. આ ઉપરાંત સરકાર માર્ગ અકસ્માતોને રોકવા માટે ખાનગી અને વ્યવસાયિક કારમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમમાં મેન્યુઅલ સિસ્ટમનો સમાવેશ કરવાની પણ તૈયારી કરી રહી છે.

ઘણા ફીચર્સ હોવા છતાં પેસેન્જર્સ હજી પણ સંપૂર્ણ રીતે સેફ નથી

1 જુલાઈ 2019એ સરકારે તમામ કારમાં 5 પ્રકારના સેફ્ટી ફીચર્સ લગાવવા જરૂરી હતી. આ પાંચ ફીચર્સમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), ડ્રાઇવર એરબેગ, સ્પીડ એલર્ટ સિસ્ટમ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ એલર્ટ સિસ્ટમનો સમાવેશ છે. જોકે, આ ફીચર્સ હોવા છતાં પેસેન્જર્સ હજી પણ સંપૂર્ણ રીતે સેફ નથી. કોઈ મોટા અકસ્માતમાં કો-પેસેન્જર ગંભીર રીતે ઘાયલ થવાના અથવા માર્યા જવાનો ભય રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads