કોવિડ સેન્ટરમાં દુલ્હા-દુલ્હને પીપીઇ કીટ પહેરી લીધા સાત ફેરા, વાંચો પૂરો મામલો..!

કોવિડ સેન્ટરમાં દુલ્હા-દુલ્હને પીપીઇ કીટ પહેરી લીધા સાત ફેરા, વાંચો પૂરો મામલો

કોરોના વાઇરસને કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાને કારણે લગ્ન જેવા સમારોહ પણ સાદગીપૂર્ણ રીતે આયોજન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ઘણા લોકોનાં લગ્ન પણ કોરોના વાયરસને કારણે ટાળવા પડી રહ્યા છે. 

જોકે કોરોના કાળમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે, જ્યાં દુલ્હા અને દુલ્હને પીપીઇ કીટ પહેરીને લગ્ન કર્યા છે. સાથોસાથ જે લોકો લગ્નમાં હાજર હતા તેમણે પણ દુલ્હા-દુલ્હન ની જેમ પીપીઇ કીટ પહેરીને આ લગ્ન જોયા હતા. લગ્નનો આ અનોખો મામલો રાજસ્થાનના કેલવાડાનો છે.

ખબર અનુસાર દુલ્હનને હાલમાં જ કોરોના વાયરસ થઈ ગયો હતો, જેના કારણે તેને કોવિડ સેન્ટર લઈ જવામાં આવી હતી. વળી આ સમયમાં તે યુવતીના લગ્ન પણ હતા. તેવામાં પરિવારજનો તથા દુલ્હાએ લગ્નની તારીખને આગળ વધારવાને બદલે કોવિડ સેન્ટર માં જઈને લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

કોવિડ સેન્ટરમાં દુલ્હા-દુલ્હને પીપીઇ કીટ પહેરી લીધા સાત ફેરા, વાંચો પૂરો મામલો
શું છે સમગ્ર મામલો

લવાડાનાં છતરગંજ ગામની રહેવાસી એક યુવતી અને તેની માં ની તબિયત બે દિવસથી સારી ન હતી. તેવામાં ગામના લોકોને એ વાતની જાણકારી મળી. ગામના લોકોએ તુરંત હોસ્પિટલમાંથી તપાસ કરવા માટે ડોક્ટરને ગામમાં બોલાવ્યા. ગામમાં આવીને ડોક્ટરોએ રિપોર્ટ કર્યા. વળી બીજી તરફ યુવતીના પરિવારજનો લગ્નની તૈયારીઓમાં જોડાયેલા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું અને લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો હતો. વળી તેની વચ્ચે દુલ્હન તથા તેની માં નો કોરોના રીપોર્ટ આવ્યો અને આ બંને કોરોના પોઝિટિવ મળી આવ્યા.

તુરંત લઈ જવામાં આવ્યા કોવિડ સેન્ટર

યુવતી તથા તેની માંને તુરંત કેલવાડાનાં કોવિડ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. લગ્નનાં થોડા કલાક પહેલાં જ ખબર મળવાને કારણે બંને પક્ષ લગ્નને ટાળવા માટે તૈયાર હતા નહીં. અધિકારીઓ સાથે આ બાબતમાં વાત કરવામાં આવી અને તેમની સમસ્યાનો ઉકેલ કાઢીને ઉકેલવાના કોલ સેન્ટરમાં જ મંડપ લગાવવામાં આવ્યો અને આ મંડપ પર લગ્ન કરાવવામાં આવ્યા.

લગ્ન માટે દુલ્હા અને દુલ્હન પીપીઇ કીટ પહેરી અને સામાજિક અંતરનું ધ્યાન રાખીને સાત ફેરા અને અન્ય રીતિરિવાજો પુરા કર્યા. દુલ્હા-દુલ્હન સિવાય આ અવસર પર તેમના માતા-પિતા પણ હાજર હતા અને આ બધા લોકોએ પણ પીપીઇ કીટ પહેરીને આ લગ્નને જોયા. દુલ્હા અને દુલ્હને પીપીઇ કીટ પહેરીને એકબીજાના ગળામાં માળા પહેરાવી અને સાત ફેરા લીધા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ લગ્ન માટે પ્રશાસનિક અધિકારીઓ પાસેથી મંજૂરી લેવામાં આવી હતી. છતરગંજ નિવાસી યુવતીનાં લગ્ન દાંતા નિવાસી સરકારી અધ્યાપક સાથે નક્કી થયા હતા. રવિવારના રોજ યુવતી તથા તેના પરિવારના બધા સભ્યો કેલવાડા ધર્મશાળા માટે રવાના થયા હતા અને અહીંયા પર સમારોહની તૈયારી કરી રહ્યા હતા. વળી તેની વચ્ચે કોરોના મહામારીનાં રિપોર્ટ માટે આપવામાં આવેલ સેમ્પલનો રિપોર્ટ આવ્યો, જેમાં દુલ્હન તથા તેની માતા કોરોના પોઝિટિવ મળી આવી હતી અને તેને કોવિડ સેન્ટર લઈ જવામાં આવ્યા.

લગ્નને નક્કી કરેલ સમય પર કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેના કારણે જાન કોવિડ સેન્ટરમાં આવી અને અહીંયા પણ લગ્ન કરવામાં આવ્યા. દુલ્હન હજુ પણ કોવિડ સેન્ટરમાં છે અને સ્વસ્થ થયા બાદ તેની વિદાય કરવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads