આ ભાવે મળી રહ્યું છે સોનું, ખરીદી લેજો નહીતર વટાવી દેશે આ સપાટી

આ ભાવે મળી રહ્યું છે સોનું, ખરીદી લેજો નહીતર વટાવી દેશે આ સપાટી

બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનાનો ભાવ 51,500-52,000 વચ્ચે રહી શકે છે, જ્યારે 60 ટકા બ્રોકર્સનું માનવું છે કે 52,200 - 53,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહી શકે છે. 

દિવાળી પહેલાં સોનાના ભાવ ઝડપથી વધવા લાગ્યો છે. જો તમે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનું ખરીદવા માંગો છો તો તેના માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડ્શે MCX પર સોનું ડિસેમ્બર વાયદા 52,000ની ઉપર પહોંચી ગયું છે. આગળ પન સોનાની કિંમતમાં નરમાઇની આશા રહેલી છે.જેથી સોનું દિવાળીના પહેલાં અઠવાડિયામાં 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે તેમ છે.આ બ્રોકર્સ પોલના અનુસાર 40 ટકા બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનાનો ભાવ 51,500 - 52,000 વચ્ચે રહી શકે છે, 


આગળ કેવો રહેશે સોનાનો ભાવ

સૂત્રોના અનુસાર 'અમેરિકાની ચૂંટણી પુરી થઇ ગઇ છે. એટલા માટે સોનાની કિંમતોમાં કોઇ વધુ તેજી રહેશે નહી. દિવાળીના 3-4 દિવસ પહેલાં જરૂર ભાવ 52200 - 53000 રૂપિયા સુધી જોવા મળી શકે છે. 

જ્યારે લોકડાઉન લાગૂ થયું તો ત્યારથી લઇને અત્યાર સુધી ગોલ્ડની કિંમતોમાં 43 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. પરંતુ હવે કોઇ એવી ઇવેંટ નથી. આપણે કોરોના વેક્સીનની ખૂબ નજીક છીએ, અમેરિકાની ચૂંટણી પુરી થઇ ગઇ છે અને ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ધીમે ધીમે તમામ દેશોમાં ઇંડસ્ટ્રિયલ આઉટપુટ વધી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads