દિવાળીની સફાઇ દરમિયાન રાખજો આ તકેદારી , નહિતર થશે આ ખરાબ હાલત..!

દિવાળીની સફાઇ દરમિયાન રાખજો આ તકેદારી , નહિતર થશે આ ખરાબ હાલત..!

દિવાળી એટ્લે હિન્દુઓનો મોટો તહેવાર આ દરમિયાન લોકો આખા વર્ષનો કઠા થયેલી નકામી વસ્તુઓ અને કચરો પણ આ દરમિયાન કાઢે. દરેક ઘરમાં તેમજ ઓફિસમાં સાફસફાઇ થાય કરે છે.

અહી મહારાષ્ટ્રમાં દિવાળીની સાફસફાઇ દરમિયાન 45 વર્ષની એક મહિલાએ જૂની વસ્તુઓની સાથે એક પર્સને પણ કચરામાં ફેંકી દીધું તેમાં ત્રણ લાખની કિંમતના ઘરેણા હતા.આ ઘટના મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડાની છે.   બાદમાં એ કચરાને પણ પિક વાનમાં ફેંક્યો અને ત્યાંથી એ કચરો ડમ્પ ડેપો પહોંચ્યો જ્યાં આખા શહેરનો કચરો એકઠો થાય છે.

આ મબિલાનો દીકરો પ્રાઇવેટ નોકરી કરે છે અને નજીકના સમયમાં તેના લગ્ન પણ થવાના છે. મહિલાએ એવું વિચારીને ઘરેણા એ પર્સમાં મુક્યા હતા કે જ્યારે દીકરાની વહુ આવશે ત્યારે તેને આપી દેશે. મહિલાને બાદમાં યાદ આવ્યું કે જે પર્સ તેણે કચરામાં ફેંક્યુ તેની અંદર તો લાખો રુપિયાના ઘરેણા હતા. યાદ આવતાની સાથે જ મહિલાના હોશ ઉડી ગયા. મહિલાએ આ વાત પોતાના દીકરાને કરી. બાદ નગર નિગમના અધિકારીને આ વાત કરી તે સફાઇકર્મીનો નંબર મેળવવામાં આવ્યો, જે તે સમયે ડમ્પ યાર્ડમાં હાજર હતો અને તપાસ કરવામાં આવી.

કચરાના પહાડો વચ્ચેથી એક સફાઇકર્મીએ પર્સ શોધી આપ્યું

હેમંત લખન નામનો સફાઇકર્મી ડેપોમાં હાજર હતો. તેને આ વાત કરવામાં આવી.  કચરાનો પહાડ જોઇને મહિલાએ પર્સ મળવાની આશા છોડી દીધી. હેમંત લખને આ મહિલા બધી માહિતિ મેળવી. તે વિસ્તારનો કચરો જ્યાં છલવાયો હતો ત્યાં 18 ટન કચરો એકઠો થયો હતો.ત્યારબાદ હેમંતે કચરામાંથી પર્સ શોધવાનું શરુ કર્યુ. 

આખરે ઘરેણા ભરેલું પર્સ ઘણી મહેનત બાદ 33 વર્ષના હેમંતને સફળતા મળ્યું . આ પહેલા પણ એક યુવતિની નવ તોલાનું મંગળસૂત્ર આ રીતે કચરામાં આવી ગયું હતું, ત્યારે પણ હેમંતે તે શોધી આપ્યું હતું. જે હેમંતની મહેનત અને ઈમાંનદારીને ધન્યવાદ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads