હોમ લોન પર સૌથી ઓછા વ્યાજ દર, તહેવારોમાં ખાસ ઓફર આ બેન્કો આપી રહી છે

હોમ લોન પર સૌથી ઓછા વ્યાજ દર, તહેવારોમાં ખાસ ઓફર આ બેન્કો આપી રહી છે

હવે આપનું પોતાનું ઘર બનાવવાનું સપનું ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે. દેશની અનેક મોટી બેન્કો ખૂબ જ ઓછા વ્યાજ દર પર હોમ લોન (Home Loan) આપી રહી છે. તેમાં ભારતીય સ્ટેટ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બેન્ક ઓફ બરોડા અને એક્સિસ બેન્ક પણ સામેલ છે. હાલમાં જ આ બેન્કોએ હોમ લોન પર વ્યાજ દરો (Home Loan Interest Rate) ઘટાડવાનો નિર્ણય લીધો છે જેથી તહેવારોની સીઝનમાં માંગ વધી શકે. હોમ લોન પર વ્યાજ દરો ઘટાડવા ઉપરાંત અનેક પ્રકારની ઓફર્સ પણ મળી રહી છે, જેનાથી ઘર ખરીદનાર લોકોને ફાયદો થશે. 

બે કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ સરકાર માફ કરશે

(1) ભારતીય સ્ટેટ બેંકઃ

દેશની સૌથી મોટી બેન્ક એટલે કે SBI 30 લાખ રૂપિયાની હોમ લોન પર 6.90 ટકાના દરથી વ્યાજ લઈ રહી છે. 30 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર આ વ્યાજ દર 7 ટકાથી શરૂ થાય છે. 75 લાખ રૂપિયાની હોમ લોન પર ગ્રાહકોને 25 આધાર પોઇન્ટની છૂટ પણ મળશે. જોકે આ તેમના સિબિલ સ્કોર પર નિર્ભર કરશે. ફેસ્ટિવલને ધ્યાને લઈ SBIએ 30 લાખ રૂપિયા સુધીની લોન પર મળનારા 10 આધાર પોઇન્ટની છૂટ વધારીને 20 કરી દીધી છે. 8 મેટ્રો શહેરોમાં 3 કરોડ રૂપિયાની હોમ લોન ઉપર પણ આ લાગુ થશે. YONO માધ્યમથી અરજી કરતાં 5 આધાર પોઇન્ટની છૂટ આપવામાં આવશે.

(2) કોટક મહિન્દ્રા બેન્કઃ 

આ બેન્કમાં હોમ લોનની શરૂઆત 6.90 ટકાથી થાય છે. બીજા બેન્કના ગ્રાહક પોતાની હોમ લોન કોટક મહિન્દ્રા બેન્કમાં ખોલાવે છે તો તેમની પાસે 20 લાખ રૂપિયા સુધીની બચત કરવાની તક મળશે. મહિલા અરજી કરશે તો વિશેષ છૂટ પણ મળી રહી છે. 

જો તમે ઓનલાઈન છેતરપીંડીનો શિકાર બનો તો આટલું કરો..!

(3) બેન્ક ઓફ બરોડાઃ 

બેન્ક ઓફ બરોડામાં હોમ લોન પર વ્યાજ દરની શરૂઆત 6.85 ટકાથી થઈ રહી છે.

(4) યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાઃ 

આ બેન્કે 30 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર વ્યાજ દરોમાં 10 આધાર પોઇન્ટના ઘટાડાની જાહેરાત કરી છે. મહિલા અરજદારને 5 આધાર પોઇન્ટનો વધારાનો લાભ મળશે. આ બેન્કમાં હોમ લોન પર વ્યાજ દરની શરુઆત 7 ટકાથી થઈ રહી છે. 31 ડિસેમ્બર સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફી માફ છે. 

લોન ધારકોને રાહત, ૨ કરોડ સુધીની લોન પર વ્યાજ નું વ્યાજ માફ..!

(5) Axis Bank વાર્ષિક :

આ બઁક 6.90 ટકાના દરથી હોમ લોન આપી રહી છે. એચડીએફસી બેન્ક પણ ગ્રાહકોને 6.90 ટકા વાર્ષિક દરે હોમ લોન આપી શકે છે. HDFC Bankમાં 0.50 ટકાના દરથી પ્રોસેસિંગ ફી આપવી પડશે પરંતુ આ ફી 3000 રૂપિયાથી વધુ નહીં હોય. 

(6) ICICI Bank પણ 6.95 ટકાના વ્યાજ દરની હોમ લોન આપી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads