ધનતેરસના દિવસે જો આ વસ્તુઓ જોવા મળે, તો નસીબ આડેથી પાંદડું હટી જશે અને ખુબ જ શુભ થશે..!

ધનતેરસના દિવસે જો આ વસ્તુઓ જોવા મળે, તો નસીબ આડેથી પાંદડું હટી જશે અને ખુબ જ શુભ થશે..!

તમારા નસીબ આડેથી પાંદડું ખસી શકે છે જો તમે ધનતેરસના આ પાવન પર્વના દિવસે કેટલીક શુભ વસ્તુઓ જુઓ તો તમારું રાતો રાત ભાગ્ય ચમકી શકે છે. અહી કેટલીક ચીજ વસ્તુઓ છે કે જે તમારો ભાગ્ય ચમકાવી શકે છે. 

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ, કુબેરજી, અને માતા લક્ષ્મીની પૂજા થાય

13 નવેમ્બર એટલે કે આજે ધનતેરસનો શુભ દિવસ છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ, કુબેરજી, અને માતા લક્ષ્મીની પૂજા થાય.પુરાણો મુજબ ભગવાન ધનવંતરિ સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. આ વિશેષ દિવસે તેમના પ્રગટ થવાના કારણે જ આજના દિવસને ધનતેરસ કહે છે. ધનતેરસના દિવસે પીતળ કે ચાંદીની વસ્તુ ખરીદવાની પણ પરંપરા છે. પુરાણોમાં ધનતેરસના દિવસે કઈંકને કઈંક જોવું પણ શુભ મનાય છે. આ પાવન પર્વના દિવસે કેટલીક શુભ વસ્તુઓ જુઓ તો તમારા નસીબ આડેથી પાંદડું ખસી જાય  અને રાતો રાત ભાગ્ય ચમકી શકે છે. 


(1) કિન્નરો 

ધનતેરસના દિવસે તમારા ઘરે કિન્નર આવે અને પોતાની મરજીથી કોઈ સિક્કો ચૂમીને તમને આપે તો માની લો કે તમને ક્યારેય ધનની કમી નહીં રહે. 
 
(2) સફેદ બિલાડી 

આ દિવસે સફેદ બિલાડી દેખાય તે પણ ખુબ શુભ ગનાય છે. સફેદ બિલાડીને જોતા જ તમારા બગડેલા અને અધૂરા કામ પૂરા થવા લાગશે. 


(3) કન્યા પાસેથી મળેલ ઉપહાર

ધનતેરસના દિવસે જો કોઈ કન્યા તમને જણાવ્યાં વગર કઈંક ઉપહાર આપી દે અથવા તો સિક્કો આપે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. 

(4) ઘૂવડ

લક્ષ્મીજીનું વાહન ઘૂવડ છે, આથી ઘૂવડ જોવા મળે તો પણ તે શુભ સંકેત મનાય છે. અને ધનતેરસ પર માતા લક્ષ્મીની પૂજા પણ થાય છે. 

આ દિવસે માત્ર ખરીદીનું જ મહત્વનું નથી, આ વસ્તુઓનું પણ દાન કરી શકાય

(5) રસ્તા પર રૂપિયા મળી આવે

ધનતેરસ પર રસ્તા પર પડેલા પૈસા મળી આવી તો તે પણ શુભ મનાય છે. જો જેથી તે દિવસે  રોડ પર ક્યાંક પડેલા પૈસા ધ્યાનમાં આવે અને મળે તો તેને ઉઠાવવામાં જરાય મોડું ન કરતા અને તેને પર્સમાં સંભાળીને મૂકી દો. આમ કરવાથી તમારા ખિસ્સામાં ક્યારેય નાણાની તંગી નહીં રહે. 


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads